અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ શાંતિ માટે નોબલ પુરસ્કારની ઈચ્છા રાખે છે અને તેમણે ખુલીને પોતાની વાત પણ મુકી છે. આ વચ્ચે પાકિસ્તાન પણ ટ્રમ્પના સમર્થનમાં ઉતર્યું છે. પાકિસ્તાન સરકારે 2026ના નોબલ શાંતિ પુરસ્કાર માટે ટ્રમ્પના નામનો પ્રસ્તાવ મુક્યો છે. 


પાકિસ્તાન તરફથી જાહેર કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે ડોનાલ્ડ ટ્રમ્પને હાલમાં જ ભારત-પાકિસ્તાન સંકટ દરમિયાન નિર્ણાયક કૂટનિતીક હસ્તક્ષેપ અને મહત્વપુર્ણ નેતૃત્વ માટે 2026માં નોબલ શાંતિ પુરસ્કાર મળવો જોઈએ. ટ્રમ્પે વારંવાર સંઘર્ષને ઓછો કરવામાં મહત્વપુર્ણ ભૂમિકા ભજવી છે. 

પાકિસ્તાને ભારત સાથે સીઝફાયર કરવા માટે ટ્રમ્પના યોગદાનના વખાણ કર્યા અને કહ્યું કે તેમના પ્રયત્નોને લીધે સીઝફાયર કર્યું અને એક મોટા યુદ્ધનનું સંકટ ટળી ગયું. જણાવી દઈએ કે પહેલગામમાં પર્યટકો પર આતંકી હુમલા પછી ભારતીય સેનાએ ઓપરેશન સિંદૂર શરૂ કર્યું અને પાકિસ્તાનમાં રહેલા આતંકી ઠેકાણાઓને નિશાન બનાવ્યા. જેના જવાબમાં પાકિસ્તાને ઓપરેશન બુનયાન ઉન મરસૂસ શરુ કર્યું હતું. જેનાથી ભારત અને પાકિસ્તાન વચ્ચેનો તણાવ વધી ગયો. પાકિસ્તાનનું માનવું છે કે અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પના કારણે તણાવ ઓછો કરવામાં મદદ મળી. જેથી તેમને નોબલ પુરસ્કાર મળવો જોઈએ. 






  • Follow us on: