Ukraine Russia War: અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની નજર હજુ પણ દુનિયાના એ 4 દેશો પર છે, જ્યાં યુદ્ધ ચાલી રહ્યુ છે. જેમાં રશિયા, યુક્રેન અને ઇઝરાયલ-ફિલિસ્તાનનું નામ સામેલ છે. ડોનાલ્ડ ટ્રમ્પ આ દેશોમાં શાંતિ લાવવા માટે મીટિંગ્સ કરી રહ્યા છે. હાલમાં જ અમેરિકાના ઉપરાષ્ટ્રપતિનુ નિવેદન સામે આવ્યું છે.
ડોનાલ્ડ ટ્રમ્પે ઇઝરાયલના પીએમ સાથે કરી વાત
ઇઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે વાત કરી. આ દરમિયાન બંને વચ્ચે ગાઝામાં ચાલી રહેલા યુદ્ધને સમાપ્ત કરવાને લઇને ચર્ચા કરવામાં આવી. હવે 15 ઓગસ્ટે અલાસ્કામાં ડોનાલ્ડ ટ્રમ્પ અને રશિયાના રાષ્ટ્રપતિ પુતિન સાથે મુલાકાત કરવા જઇ રહ્યા છે. આ પહેલાં અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જેડી વેન્સનુ પણ નિવેદન સામે આવ્યુ છે. તેમણે કહ્યુ છે કે ટ્રમ્પ એવો પ્લાન બનાવી રહ્યા છે.કોઇનાથી પણ જે સંભવ નથી થયુ તે થઇ શકે છે. તેમણે એ વાત યુક્રેનના રાષ્ટ્રપતિ જેલેન્સ્કી અને પુતિનને એક સાથે લાવવાને ટાંકીને કહી છે.
જેલેન્સ્કી અને પુતિન એક થશે
છેલ્લાં કેટલાય વર્ષોથી રશિયા અને યુક્રેનનુ યુદ્ધ ચાલી રહ્યુ છે. જ્યારથી ડોનાલ્ડ ટ્રમ્પએ અમેરિકાની સત્તા સંભાળી છે. ત્યારથી તે દુનિયાભરમાં શાંતિને કાયમ કરવાની વાત કરતા આવ્યા છે. જેને લઇને ઘણી વખત ટ્રમ્પને શાંતિ નોબેલ પુરસ્કાર દેવાની માંગ પણ ઉઠી ચૂકી છે. ટેરિફને લઇને રશિયા અને યુક્રેનના યુદ્ધને લઇને ટ્રમ્પ ભારત પર આરોપ પણ લગાવી ચૂક્યા છે. હાલમાં જ અમેરિકી ઉપરાષ્ટ્રપતિ જેડી વેન્સનુ નિવેદન સામે આવ્યુ છે કે તેમણે જેલેન્સકી અને પુતિનની મીટિંગને લઇને કહ્યુ કે, 3 વર્ષ સુધી યુદ્ધમાં સંધિની વાત ટ્રમ્પની કોશિશોની પહેલ છે. પહેલાં પુતિન આ વાત માટે તૈયાર નહોતા કે તે જેલેન્સ્કી સાથે મીટિંગ કરે.