ફ્લાયદુબઈ ફ્લાઇટમાં 174 મુસાફરોના જીવ બચાવનાર ભારતીય પાયલોટ સ્મિત મચ્છરની બહાદુરીની પ્રશંસા થઈ રહી છે, ત્યારે કેપ્ટન સ્મિત મચ્છર પર હુમલો કરનાર ઓમાની કો-પાયલોટ હમામ અલ-હમામી વિશે અનેક ખુલાસા થઈ રહ્યા છે. ઓમાની કો-પાયલોટ દ્વારા સોશિયલ મીડિયા પર ડિલીટ કરાયેલી પોસ્ટ્સ વિશે માહિતી બહાર આવી છે. આ પોસ્ટ્સ ધર્મ અને લિંગ-વિભાજિત કાર્યસ્થળો પરના તેમના વિચારો દર્શાવે છે.


મહિલાઓ પર પ્રતિબંધોની માનસિકતા

એક અહેવાલ મુજબ, ઓમાની કો-પાયલોટ અલ-હમામીએ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરી જેમાં તેમણે એવી પત્ની શોધવામાં મુશ્કેલી વ્યક્ત કરી હતી જે લગ્ન પછી બુરખો પહેરવા અને કામ છોડી દેવા તૈયાર હોય. બીજી પોસ્ટમાં, ઓમાની પાઇલટે લિંગ-વિભાજિત કાર્યસ્થળોની ટીકા કરતા લખ્યું હતું કે આવી પરિસ્થિતિઓમાં ધાર્મિક મહિલાઓ બરબાદ થઈ શકે છે. અલ-હમામીની આ પોસ્ટ્સ 2021 અને 2022 દરમિયાન ડિલીટ કરાયેલી 3000 પોસ્ટ્સનો ભાગ હતી જેનું CNN એ AI-સંચાલિત સિમેન્ટીક સર્ચ મોડેલનો ઉપયોગ કરીને વિશ્લેષણ કર્યું હતું.


'એક પત્ની જોઈએ છે જે બુરખો પહેરે'

ફેબ્રુઆરી 2022 માં ડિલીટ કરેલી પોસ્ટમાં ઓમાની પાયલોટે જણાવ્યું હતું કે તેની માતા એક પુત્રવધૂ શોધી રહી છે જે તેની શરતો જેમ કે બુરખો પહેરવા અને લગ્ન પછી નોકરી છોડી દેવા જેવી શરતો સાથે સંમત થાય. પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે ઘણા પરિવારોએ શરતોનો અસ્વીકાર કર્યો હતો, પરંતુ જ્યારે તેની માતાએ તેમને કહ્યું કે તેનો પુત્ર પાઇલટ છે, ત્યારે તેઓએ પોતાનો વિચાર બદલી નાખ્યો અને શરતો સાથે સંમત થયા. અલ-હમામીના ડિલીટ કરેલા ટ્વિટર એકાઉન્ટથી મહિલાઓ પ્રત્યેના તેના વિચારો છતા થાય છે.


ભારતીય પાઇલટ સ્મિત મચ્છર પર હુમલો

દુબઈથી તેલ અવીવ જતી ફ્લાયદુબઈની ફ્લાઇટમાં એક ઓમાની પાયલોટે ભારતીય પાઇલટ સ્મિત મચ્છર પર હુમલો કર્યો. તેમાં 174 મુસાફરો સવાર હતા. ઓમાની પાઇલોટે કેપ્ટન સ્મિત મચ્છર પર હુમલો કર્યો, પરંતુ ભારતીય પાઇલોટે બહાદુરી બતાવી અને વિમાનને ક્રેશ થતું અટકાવ્યું. ભારતીય પાઇલટ સ્મિત મચ્છરની બહાદુરીની ચર્ચા વિશ્વભરમાં થઈ રહી છે. ઇઝરાયેલી એજન્સીઓ ઘટનાના દરેક ખૂણાની તપાસ કરી રહી છે.


આ પણ વાંચો: China ને તેની જ ભાષામાં જડબાતોડ જવાબ! ભારતે બદલ્યા લદ્દાખની 28 જગ્યાના નામ