ઈરાનમાં ફરી એકવાર આર્થિક અને સામાજિક અશાંતિ તેજ બની છે. દેશનું ચલણ રિયાલ અમેરિકી ડોલર સામે અત્યાર સુધીના સૌથી નીચા સ્તરે પહોંચી ગયું છે. રિયાલનો દર પ્રતિ ડોલર લગભગ 14.2 લાખ સુધી ઘટતા જ બજારોમાં ગભરાટ ફેલાયો અને લોકો રસ્તા પર ઉતરી આવ્યા છે.


મોટા શહેરોમાં પ્રદર્શન

રાજધાની તેહરાન સહિત ઇસ્ફહાન, શિરાઝ અને મશહદ જેવા મોટા શહેરોમાં વ્યાપક વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે. ખાસ કરીને સાદી સ્ટ્રીટ અને ગ્રાન્ડ બજાર આસપાસ વેપારીઓ અને દુકાનદારોએ દુકાનો બંધ રાખી વિરોધ નોંધાવ્યો છે. અનેક વેપારીઓએ અન્ય લોકોને પણ કામ બંધ રાખવા અપીલ કરી સાથે ત્યાંના અહેવાલ અનુસાર વધતા દબાણ વચ્ચે ઈરાનના સેન્ટ્રલ બેંકના વડા મોહમ્મદ રેઝા ફરઝિને પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. સરકાર માટે આ મોટો ઝટકો માનવામાં આવી રહ્યો છે, કારણ કે આ વિરોધોને છેલ્લા ત્રણ વર્ષમાં સૌથી મોટા જાહેર આંદોલન તરીકે જોવામાં આવી રહ્યા છે.

પ્રદર્શનમાં અનેક જગ્યા પર તંગ

પ્રદર્શન દરમિયાન કેટલીક જગ્યાએ પરિસ્થિતિ તંગ બની હતી, જેને કાબૂમાં લેવા માટે પોલીસે ટીયર ગેસનો ઉપયોગ કરી રહ્યી છે. લોકોનો આક્રોશ ખાસ કરીને મોંઘવારી અને જીવન જરૂરી વસ્તુઓના ભાવ વધારા સામે છે. સરકારી આંકડા મુજબ, ડિસેમ્બર મહિનામાં મોંઘવારી 42 ટકા કરતાં વધુ રહ્યો હતો, જ્યારે ખાદ્યપદાર્થોના ભાવમાં લગભગ 70 ટકાનો વધારો થયો છે.

આર્થિક હાલત ખરાબ

ઈરાનની આર્થિક હાલત પાછળ આંતરરાષ્ટ્રીય પ્રતિબંધો પણ મોટું કારણ છે. 2015ના પરમાણુ કરાર પછી રિયાલમાં સ્થિરતા આવી હતી, પરંતુ 2018માં અમેરિકા કરારમાંથી બહાર નીકળ્યા બાદ આર્થિક દબાણ સતત વધતું ગયું. તાજેતરના પ્રાદેશિક તણાવ અને નવા પ્રતિબંધોએ સ્થિતિને વધુ ગંભીર બનાવી છે. વિશ્લેષકો માને છે કે જો ટૂંક સમયમાં અસરકારક પગલાં નહીં લેવાય, તો ઈરાનમાં આર્થિક અસંતોષ વધુ ઊંડો થઈ શકે છે અને સરકાર માટે પરિસ્થિતિ સંભાળવી મુશ્કેલ બનશે.

આ પણ વાંચો : World : તણાવ વચ્ચે ભારત-બાંગ્લાદેશ સંબંધોના મહત્વપૂર્ણ સંકેત, એસ જયશંકર યુનુસને મળ્યા નહીં


  • Follow us on: