યમનના દરિયાકાંઠે MV ફાલ્કનમાં મોટી આગ લાગી છે. કેમરૂન ધ્વજવંદન જહાજ, MV ફાલ્કન, જીબુટી જઈ રહ્યું હતું. શનિવારે જહાજમાં વિસ્ફોટ થયા બાદ આગ ફાટી નીકળી હતી. જહાજમાં મોટાભાગના ક્રૂ મેમ્બર ભારતીય હતા. MV ફાલ્કનમાં સવાર 23 ભારતીય ક્રૂ મેમ્બરોને બચાવી લેવામાં આવ્યા છે અને તેમને સુરક્ષિત રીતે જીબુટી કોસ્ટ ગાર્ડને સોંપવામાં આવ્યા છે. જહાજ ઓમાનના સોહરથી જીબુટી જઈ રહ્યું હતું ત્યારે આ દુર્ઘટના બની હતી. વિસ્ફોટ બાદ જહાજ પાણીમાં ડૂબવા લાગ્યું અને તેના લગભગ 20% ભાગ પર આગ લાગી ગઈ. તાજેતરની માહિતી પ્રમાણે વિસ્ફોટ આકસ્મિક થયો હતો. આ મામલે હાલમાં તપાસ કરવામાં આવી રહી છે.

23 ભારતીયોને બચાવી લેવામાં આવ્યા

 મળતી માહિતી અનુસાર જહાજ પર સવાર 24 ક્રૂ મેમ્બરો જહાજ છોડીને સમુદ્રમાં કૂદી પડ્યા હતા. યુરોપિયન યુનિયનના નૌકાદળ ઓપરેશન, ઓપરેશન એસ્પાઇડ્સે ઘટના પછી તરત જ શોધખોળ શરૂ કરી હતી. અત્યાર સુધીમાં કુલ 23 ભારતીયોને બચાવી લેવામાં આવ્યા છે, જ્યારે બે અન્ય હજુ પણ ગુમ છે.

વિસ્ફોટ બાદ સમુદ્રી માર્ગે ખતરો

જહાજમાં પેટ્રોલિયમ પદાર્થ ભરેલો હોવાથી વિસ્ફોટના કારણે હાલમાં દરિયાઈ માર્ગે ખતરો વધી ગયો છે. યુરોપિયન યુનિયન દ્વારા હાથ ધરવામાં આવેલા ઓપરેશન એસ્પાઇડ્સે આ ઘટના બાદ એક નિવેદન જાહેર કર્યું હતું, જેમાં કહેવામાં આવ્યું હતું કે, જહાજમાં આગ ફેલાઈ રહી છે. એમવી ફાલ્કન હવે દરિયાઈ માર્ગ માટે એક મોટો ખતરો બની ગયો છે.

  • Follow us on: