સ્વીડનના આબોહવા મંત્રી રોમિના પોરમોખ્તારી તેના નાના બાળકને ખોળામાં રાખીને બેઠકમાં હાજરી આપી હતી. 

સ્વીડિશ મંત્રી બન્યા ચર્ચાનો વિષય 

સ્વીડનના આબોહવા મંત્રી રોમિના પોરમોખ્તારી તેના નાના બાળકને ખોળામાં રાખીને યુરોપિયન યુનિયન મીટિંગમાં ઉપસ્થિત રહ્યા હતા. બાળક મીટિંગ દરમિયાન તેના ખોળામાં હતુ. બેઠકમાં બાળક થોડુ રડતું હતુ. અને અને મંત્રી તેને શાંત રાખી રહ્યા હતા. મીટિંગમાં ચર્ચા પર પણ મંત્રી ધ્યાન આપી રહ્યા હતા. મંત્રી પોતાની જવાબદારીઓ અને બાળક બંનેનું એકસાથે ધ્યાન રાખી હતા. 

હસતા ચહેરા સાથે મુલાકાત

બેઠક બાદ મંત્રીએ મીડિયા સાથે વાત કરી હતી. તેમનું બાળક આરામથી તેમના ખોળામાં વળગી રહેલું હતુ. બાળક સંપૂર્ણપણે શાંત હતુ. જ્યારે મંત્રી ઇન્ટરવ્યૂ આપતા હતા ત્યારે તેઓ સ્મિત આપી રહ્યા હતા. સોશિયલ મીડિયા પર આ દ્રશ્યની ખૂબ પ્રશંસા થઈ છે. મંત્રીએ પોતાની બેવડી જવાબદારી સારી રીતે નિભાવી હતી. 

સોશિયલ મીડિયા પર પ્રશંસા

સોશિયલ મીડિયા પર લોકોએ મંત્રીની પ્રશંસા કરી હતી. અમુકે તેઓને જવાબદાર માતા ગણાવ્યા. તો અન્યએ કહ્યુ હતુ કે, માતા એક માતા છે, પછી ભલે તે ગમે તે દેશની હોય. બીજા યુઝરે કહ્યુ હતુ કે, સ્ત્રીઓ બધું કરી શકે છે. બીજા યુઝરે કહ્યુ કે, મહાન માતા. કોઈએ લખ્યું, માતાના પ્રેમની શક્તિ. બીજા વપરાશકર્તાએ કહ્યું, આ એક મજબૂત સ્ત્રીની ઓળખ છે જે તેની જવાબદારીઓને સારી રીતે સમજે છે., માતા, તમને સલામ. તે સૌ પ્રથમ માતા છે. સોશિયલ મીડિયા પર મંત્રીની ભારે પ્રશંસા થઇ રહી છે. 

આ પણ વાંચોઃ આ ખાણમાંથી દર વર્ષે નીકળશે 2 ટન સોનું, સીએમ ચંદ્રબાબુ નાયડુએ આપી મંજૂરી

  • Follow us on: