અફઘાનિસ્તાને પાકિસ્તાન પર મોટો હુમલો કર્યો છે. આ હુમલામાં 30 લોકો ઘાયલ થયા છે. અને 25 પોલીસ ચોકીને કબ્જામાં લેવામાં આવી છે.

પાકિસ્તાન વિરુદ્ધ અભિયાન

અફઘાનિસ્તાને પાકિસ્તાન પર મોડી રાત્રે હુમલો કર્યો છે. અફઘાનિસ્તાને દાવો કર્યો છે કે, રાતભર ચાલેલા હુમલાઓમાં પાતકિસ્તાનના 58 સૈનિકો માર્યા ગયા છે. અગાઉ પાકિસ્તાને કાબૂલ પર બોંમ્બબારી કરી હતી. અફઘાનિસ્તાને પાકિસ્તાન વિરુદ્ધ અભિયાન ચાલાવ્યુ હતુ. તાલિબાન સરકારના પ્રવક્તાએ જણાવ્યુ હતુ કે, જબીહુલ્લાહ મુઝાહિદ્દીને કહ્યુ હતુ કે, અફઘાનિસ્તાને પાકિસ્તાન સેનાની 25 ચોકી કબ્જામાં લીધી છે.

પાકિસ્તાનની નાપાક. હરકત

અફઘાનિસ્તાનના રક્ષા મંત્રી મૌલવી મોહમ્મદ યાકૂબ મુઝાહિદે પત્રકાર પરિષદ યોજી હતી. તેઓએ કહ્યુ હતુ કે, અફઘાનિસ્તાનની હાલની સ્થિતિ સંતોષકારક છે. પરંતુ પાકિસ્તાનની સેનાનો એક વિશેષ જૂથ અફઘાનિસ્તાનમાં સુરક્ષા વ્યવસ્થા ખરાબ કરવા માટે પ્રયાસ કરી રહ્યુ છે. મુઝાહિદે જણાવ્યુ હતુ કે, આ જૂથ ખોટા પ્રચાર કરે છે. અને સ્થાનિકો વચ્ચે તિરાડ પાડવાના પ્રયત્ન કરે છે. રક્ષામંત્રીએ વધુમાં કહ્યુ હતુ કે, પાકિસ્તાનના જૂથે ISISની ઉપસ્થિતિ પર તપાસ કરી રહ્યુ છે.

કાબુલ યાત્રા રદ્દ

ઇસ્લામી અમીરાતના પ્રવક્તાએ કાબુલમાં પત્રકાર પરિષદમાં કહ્યુ હતુ કે, અફઘાનિસ્તાન પર હુમલાના કારણે પાકિસ્તાનના પ્રતિનિધિ દળની કાબુલ યાત્રા રદ્દ કરી છે. ઇસ્લામી અમીરાતના પ્રવકતાએ વધુમાં કહ્યુ હતુ કે, જો કોઇ અફઘાનિસ્તાન પર હુમલો કરશે તો જડબાતોડ જવાબ આપવામાં આવશે.

  • Follow us on: