આ પ્રથમવાર નથી કે અમેરિકા ઇરાનમાં વાતાવરણ તંગ કરી રહ્યુ છે. 1979થી સતત ઇરાનમાં વિવાદ કરાવવા માટે અમેરિકા કાર્ય કરી રહ્યુ છે.

અમેરિકાની ઇરાનમાં પ્રવેશ મેળવવા માટેની રણનીતિ

મિડિલ ઇસ્ટના અધિકાંશ દેશો પર કૂટનીતિ પ્રભાવિત થયા બાદ છેલ્લા 47 વર્ષથી અમેરિકાની નજર ઇરાન પર છે. ઇરાનને કંટ્રોલ કરવા માટે 1979થી અમેરિકા કવાયત કરી રહ્યુ છે. પરંતુ સફળ નથી રહ્યુ. તેથી આ વખતના વિરોધ પ્રદર્શનોને લઇને અમેરિકા વધુ સતર્ક બન્યુ છે. પ્રદર્શનકારીઓને અપીલ કર્યા બાદ પણ અમેરિકા ઇરાનમાં પ્રવેશ મેળવવા માટે યોગ્ય પગલા લઇ રહ્યુ છે.

સમુદ્ર સુધી પહોંચવા માટે એકમાત્ર માર્ગ

અમેરિકા માટે ઇરાન બે પ્રકારે વધુ મહત્ત્વનું છે. એક તો ઇરાન પર નિયંત્રણ કરીને અમેરિકા દુનિયાભરમાં ઇસ્લામ કટ્ટરપંથીઓને ઝાટકો આપવા ઇચ્છે છે. અને બીજુ ઇરાન પર તેનું નિયંત્રણ થાય છે તો તે દુનિયાના વેપાર પર 20 ટકા ભાગ નિયંત્રિત કરી લેશે. હોર્મુઝ સ્ટ્રેટ દુનિયાનું સૌથી મહત્ત્વનું ચેકપોસ્ટ છે. જેના પર હાલમાં ઇરાનનું નિયંત્રણ છે. ઇરાન જો ન ઇચ્છે તો કોઇપણ જહાજ ત્યાંથી પસાર થઇ શકશે નહી. હોર્મુઝ સ્ટ્રેટ ફારસની ખાડીથી ખુલ્લા સમુદ્ર સુધી પહોંચવા માટે એકમાત્ર માર્ગ છે.

અમેરિકા અને ઇરાનનો શું છે ઇતિહાસ ?

દુનિયાના સમુદ્રી તેલ વેપારનો 25 ટકા અને લિક્કિફાઇડ નેચરલ ગેસ વેપારનો 20 ટકા ભાગ વાર્ષિક હોર્મુઝ સ્ટ્રેટ પરથી પસાર થાય છે. એક અનુમાન મુજબ દરરોજ 20 મિલિયન બૈરલ તેલ હોર્મુઝ સ્ટ્રેટ પરથી પસાર થાય છે. આ રોજ થનાર ગ્લોબલ પ્રોડક્શનનો પાંચમો ભાગ છે. ઇરાન હોર્મુઝ સ્ટ્રેટની ઉત્તરી ભાગને નિયંત્રિત કરે છે. જે તેના સરહદ સાથે જોડાયેલું છે. જૂન 2025માં જ્યારે અમેરિકાએ ઇરાન પર હુમલો કર્યો હતો ત્યારે એ સમયે ઇરાને હોર્મુઝ નીચે દારુગોળો પાથર્યો હતો. જેના કારણે અમેરિકાએ સીઝફાયર કરવું પડ્યુ હતુ.

આ પણ વાંચોઃ Greenland પર કબ્જો મેળવવા માટે America કરી રહ્યુ છે મંથન, ડેનમાર્ક, યૂરોપ અને નાટોમાં વધ્યો તણાવ