સૌ પ્રથમ પુતિન સીરિયાના રાષ્ટ્રપતિ અલ-શરાને અને બાદમાં યૂએઇના રાષ્ટ્રપતિ મોહમ્મદ બિન જાયદ સાથે ક્રેમલિનમાં મુલાકાત કરી હતી.
દુશ્મનો સાથે શરુ કરી મિત્રતા
વર્ષ 2024ના અંતમાં રશિયાને મિડિલ ઇસ્ટમાં મોટો ઝાટકો ત્યારે લાગ્યો જ્યારે અમેરિકાના સમર્થનમાં લડાકુએ બશર-અલ અસદની સરકારને ઉખાડી ફેંક્યુ હતુ. તેના થોડા મહિના બાદ આર્મેનિયા અને અઝરબૈજાને વોશિંગટન જઇને કરાર કર્યો હતો. આ પણ રશિયા માટે મોટા ઝાટકા સમાન હતો. પરંતુ હવે વર્ષ 2026ની શરૂઆતમાં રશિયાએ મિડિલ ઇસ્ટમાં પોતાનું વર્ચસ્વ કાયમ માટે સ્થાપિત કરવા તડામાર તૈયારીઓ હાથ ધરી છે.
Also Read
રશિયાનો દબદબો વધ્યો
1. 24 કલાકમાં મિડિલ ઇસ્ટના બે દેશોના રાષ્ટ્રપતિ મોસ્કો પહોંચ્યા હતા. પહેલા સીરિયાના રાષ્ટ્રપતિ અલ-શરા સાથે પુતિને મુલાકાત કરી હતી. અને બાદમાં યૂએઇના રાષ્ટ્રપતિ મોહમ્મદ બિન-જાયદ સાથે બેઠક યોજી હતી. સીરિયા અને યૂએઇ મિડિલ ઇસ્ટ માટે મહત્ત્વના છે.
2. રશિયાએ ઇઝરાયલ અને ઇરાન વચ્ચે સમજૂતિ કરાર કરાવ્યો હતો. આ કરારની દસ્તક અમેરિકાને પણ લાગી ન હતી. આ હેઠળ ન તો ઇરાન અને ન તો ઇઝરાય એકબીજા પર હુમલો કરશો નહીં. ઇઝરાયલને અમેરિકાનો નજીકી સાથી માનવામાં આવે છે.
3. ડિસેમ્બર 2025માં સુડાને હોર્ન ઓફ આફ્રિકા પાસે રશિયાને એક બેસ આપવાની જાહેરાત કરી હતી. આ બેસ સાઉદી અરબની ઠીક સામે છે. રશિયા આ બેસનો ઉપયોગ લાલ સાગરનું નિરક્ષણ કરવા માટે કરશે.
4. રશિયાએ અઝરબૈજાન જેવા કટ્ટર દુશ્મન દેશો પાસેથી પણ પોતાના સંબંધો સુધાર્યા છે. અઝરબૈજાન હવે રશિયા વિરુદ્ધ કોઇ એક્શન લઇ શકશે નહી.
5. ઇરાનની મદદ લઇને રશિયા પરોક્ષ રીતે ઇરાક પર નિયંત્રણ મેળવવાની તૈયારીમાં છે. ઇરાકમાં ઇરાનની પસંદની નૂર-મલિકીની સરકાર બનાવવામાં આવી રહી છે. અમેરિકાએ આ મામલે ખુલીને વિરોધ કર્યો છે.
અમેરિકાની દાદાગીરી ખત્મ ?
સીરિયા ગોલન હાઇટ્સના મામલામાં અમેરિકાથી નારાજ છે. અમેરિકાએ આ મુદ્દે ઇઝરાયલનું સમર્થન કર્યુ છે. તો આ તરફ સાઉદી સાથેના સંબંધો મામલે યૂએઇ પણ અમેરિકાથી નારાજ છે. આ કારણ છે કે, યૂએઇએ રશિયા તરફ પ્રયાણ કર્યુ છે.
આ પણ વાંચોઃ Sanitary Pad School: વિદ્યાર્થિનીઓ માટે સ્કૂલોમાં અલગ બાથરૂમ અને સેનેટરી પેડની વ્યવસ્થા કરો: SC













