જાન્યુઆરી 2026માં ચીને 15 લોકોને ફાંસી આપી હતી. જ્યારે સાઉદી અરેબિયા અને ઈરાને કોઈને ફાંસી આપી ન હતી.
ભ્રષ્ટાચાર કૌભાંડમાં કેસમાં ફાંસી
ફાંસીની સંખ્યામાં ચીને સાઉદી અરેબિયા અને ઈરાનને પાછળ છોડી દીધા હતા. 2026ના પહેલા મહિનામાં ચીને 15 લોકોને ફાંસી આપી હતી. આ સમયગાળા દરમિયાન સાઉદી અરેબિયાએ એક વ્યક્તિને ફાંસી આપી હતી. જ્યારે ઈરાને કોઈને ફાંસી આપી ન હતી. 2025માં, ઈરાન અને સાઉદી અરેબિયાએ સૌથી વધુ દોષિતોને ફાંસી આપી હતી. સાઉથ ચાઇના મોર્નિંગ પોસ્ટ અનુસાર, ચીને ભ્રષ્ટાચાર કૌભાંડમાં મ્યાનમારના બાઈ પરિવાર સાથે સંકળાયેલા ચાર લોકોને ફાંસી આપી હતી.
સાઉદી અરેબિયાએ 2025માં 356 લોકોને ફાંસી આપી
સાઉદી અરેબિયાએ 2025માં 356 લોકોને ફાંસી આપી હતી. જે એક વર્ષમાં સૌથી વધુ ફાંસી આપવામાં આવી હતી. સરકારી માહિતી અનુસાર 2025માં ડ્રગ સંબંધિત ગુનાઓ માટે 243 લોકોને ફાંસી આપવામાં આવી હતી. નિષ્ણાતો કહે છે કે આ વધારો દેશની ચાલુ કડક ડ્રગ વિરોધી નીતિને કારણે છે. આ 2024 માં 338 ફાંસીથી વધુ હતો. લગભગ ત્રણ વર્ષ સુધી ફાંસી પર રોક લગાવ્યા પછી, સાઉદી અરેબિયાએ 2022 ના અંતમાં ડ્રગ ગુનાઓ માટે મૃત્યુદંડ ફરીથી સ્થાપિત કર્યો હતો.
કયા દેશો બીજા અને ત્રીજા ક્રમે ?
2025 માં બાકીના દેશો માટે ચોક્કસ આંકડા ઉપલબ્ધ નથી. 2024 માં ઈરાન અને ઈરાક બીજા અને ત્રીજા ક્રમે હતા. એમ્નેસ્ટી ઈન્ટરનેશનલ અનુસાર 2024માં ઈરાનમાં 972 લોકોને ફાંસી આપવામાં આવી હતી, જ્યારે ઈરાકમાં 63 ફાંસી આપવામાં આવી હતી. ચીનમાં સૌથી વધુ ફાંસી આપવામાં આવી હોવાનું માનવામાં આવે છે, પરંતુ તેના આંકડા ક્યારેય જાહેર કરવામાં આવતા નથી.
આ પણ વાંચોઃ Saudi Arabia News: મોહમ્મદ બિન સલમાનને એક અઠવાડિયામાં લાગ્યા ત્રણ તબક્કા પર ઝાટકા
