આ પહેલનો હેતુ ગાઝામાં કાયમી યુદ્ધવિરામ અને વહીવટી વ્યવસ્થા સ્થાપિત કરવાનો છે. જોકે ઇઝરાયલે નારાજગી વ્યક્ત કરી છે.

રાજકીય સ્થિરતા માટે આ પહેલને સમર્થન

આઠ ઇસ્લામિક દેશોએ યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના પ્રસ્તાવિત શાંતિ બોર્ડમાં જોડાવા માટે સંમતિ આપી છે. આ દેશોએ એક સંયુક્ત નિવેદન બહાર પાડ્યું છે જેમાં કહેવામાં આવ્યું છે કે તેઓ ગાઝામાં સ્થાયી શાંતિ, પુનર્નિર્માણ અને રાજકીય સ્થિરતા માટે આ પહેલને સમર્થન આપે છે. ગાઝા યુદ્ધવિરામના બીજા તબક્કાના ભાગ રૂપે શાંતિ બોર્ડ રજૂ કરવામાં આવ્યું છે. તેનો હેતુ ગાઝામાં કામચલાઉ વહીવટ, પુનર્નિર્માણ, ભંડોળ અને રોકાણ માટે એકીકૃત માળખું લાવવાનો છે.

સંયુક્ત નિવેદન બહાર પાડ્યુ

રાષ્ટ્રપતિ ટ્રમ્પ પોતે આ બોર્ડની અધ્યક્ષતા કરી રહ્યા છે. વ્હાઇટ હાઉસ અનુસાર, દરેક બોર્ડ સભ્ય પાસે ચોક્કસ જવાબદારીઓ હશે, જેમ કે શાસન ક્ષમતા વધારવી, પ્રાદેશિક સંબંધોમાં સુધારો કરવો, પુનર્નિર્માણ, રોકાણ આકર્ષવું અને મૂડી એકત્ર કરવી. કતાર, તુર્કી, ઇજિપ્ત, જોર્ડન, ઇન્ડોનેશિયા, પાકિસ્તાન, સાઉદી અરેબિયા અને સંયુક્ત આરબ અમીરાતના વિદેશ પ્રધાનોએ કતારની રાજધાની દોહામાં એક સંયુક્ત નિવેદન બહાર પાડ્યુ છે.

સંયુક્ત રીતે શાંતિ બોર્ડમાં જોડાવાનો નિર્ણય

નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે બધા દેશોએ સંયુક્ત રીતે શાંતિ બોર્ડમાં જોડાવાનો નિર્ણય લીધો છે અને તેમની સંબંધિત કાનૂની પ્રક્રિયાઓ અનુસાર જરૂરી દસ્તાવેજો પર હસ્તાક્ષર કરશે. ઇજિપ્ત, પાકિસ્તાન અને યુએઈએ પહેલાથી જ તેમની ભાગીદારીની જાહેરાત કરી દીધી છે. જોકે, આ પહેલ પણ વિવાદમાં ફસાયેલી છે. ઇઝરાયલે સ્પષ્ટપણે કહ્યું છે કે અમેરિકાએ આ બોર્ડની રચનાની જાહેરાત તેની સાથે સલાહ લીધા વિના કરી હતી, જે તેની નીતિની વિરુદ્ધ છે.

આ પણ વાંચોઃ Greenland Issue News: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્ર્મ્પની ધમકીથી આ બે દેશોમાં વધી ચિંતા