જે લાંબી લિંક્સને ટૂંકી કરવા અને તેમને શેર કરવાનું સરળ બનાવવા માટે બનાવવામાં આવી હતી તેવી Google URL Shortener ગૂગલની ખૂબ જ લોકપ્રિય સેવાને બંધ કરવા જઈ રહી છે, તે હવે 25 ઓગસ્ટ થી સંપૂર્ણપણે બંધ થઈ જશે. જોકે ગૂગલે 2018 માં જ આ સેવા બંધ કરવાની જાહેરાત કરી હતી, પરંતુ અત્યાર સુધી જૂની goo.gl લિંક્સ કામ કરી રહી હતી. પરંતુ હવે તેમનો અંત પણ નિશ્ચિત છે.


2025 થી લિંક્સ બંધ થઈ જશે

જ્યારે પણ કોઈ વપરાશકર્તા goo.gl લિંક પર ક્લિક કરે છે, ત્યારે તેને એક ચેતવણી સંદેશ મળે છે જેમાં એક ચેતવણી સંદેશ મળે છે જેમાં કહે છે કે, આ લિંક ટૂંક સમયમાં બંધ થવા જઈ રહી છે અને 25 ઓગસ્ટ, 2025થી, આવી બધી લિંક્સ કામ કરવાનું બંધ કરી દેશે અને તેના પર ક્લિક કરવાથી સીધું જ 404 એરર પેજ ખુલશે. આ લીંકની મદદથી કોઈપણ લાંબા URL ને સોશિયલ મીડિયા, ઇમેઇલ અથવા વેબસાઇટ્સ પર ટૂંકી લિંક (જેમ કે goo.gl/xyz123) બનાવીને સરળતાથી શેર કરી શકાતું હતું. પરંતુ હવે સમય જતાં તેનો ઉપયોગ ખૂબ જ ઘટી ગયો છે.

ગૂગલે એક નવો વિકલ્પ આપ્યો

હવે ગૂગલે આ જૂની સેવાને ફાયરબેઝ ડાયનેમિક લિંક્સ (FDL) થી બદલી નાખી છે જે સ્માર્ટ લિંક્સની જેમ કામ કરે છે. આ લિંક્સ ઉપયોગકર્તાઓને મોબાઇલ એપ્લિકેશન (iOS અથવા Android) અથવા વેબસાઇટમાં ચોક્કસ પેજ પર લઈ જશે. તેનો અર્થ એ કે હવે લિંક્સ ફક્ત રીડાયરેક્ટ જ નહીં, પરંતુ અનુભવને પણ સુધારશે. વેબસાઈડ બનાવનાર અને વેબસાઇટના માલિકો જે હજુ પણ જૂની goo.gl લિંક્સનો ઉપયોગ કરે છે તેઓએ એક નવું URL Shortener અપનાવવું પડશે.


  • Follow us on: