ઇઝરાયલમાં સીરિયામાં ઓપરેશન દરમિયાન IDF સૈનિકોએ સ્થાનિક સીરિયન ખેડૂતો પાસેથી 250 બકરીઓનું ટોળું ચોરી લીધું હતું
કંપની કમાન્ડરને ઠપકો
સીરિયામાં એક ઓપરેશન દરમિયાન IDF સૈનિકો પર 250 બકરીઓ ચોરવાનો આરોપ મૂકવામાં આવ્યો છે. બકરીઓને ટ્રકમાં ભરીને ઇઝરાયલ અને પશ્ચિમ કાંઠાના ખેતરોમાં લઈ જવામાં આવ્યા હતા. આ ઘટના બાદ, IDFએ સ્ક્વોડ કમાન્ડરને હટાવાયા હતા. કંપની કમાન્ડરને ઠપકો આપ્યો અને યુનિટને સસ્પેન્ડ કર્યુ હતુ. તેમને ગેરકાયદેસર રીતે પશ્ચિમ કાંઠે લઈ ગયા હતા. ગોલાન બ્રિગેડની બટાલિયન ગોલાન હાઇટ્સ દ્વારા સીરિયન પ્રદેશમાં લશ્કરી મિશન પર હતી ત્યારે આ ઘટના બની હતી. ટ્રક ભરીને બકરીઓને વેસ્ટ બેંકના ફાર્મમાં પહોંચાડાઇ હતી.
સ્ક્વોડ કમાન્ડરને કરાયા બરતરફ
આ ઘટના બીજા દિવસે પ્રકાશમાં આવી જ્યારે ગોલાન હાઇટ્સમાં રહેતા ખેડૂતોએ રસ્તાઓ પર ડઝનબંધ બકરીઓ રખડતી જોઈ અને તેમની જાણ સેનાને કરી. ત્યારબાદ IDFએ તપાસ શરૂ કરી. તપાસમાં જાણવા મળ્યું કે આશરે 200 બકરીઓ ઇઝરાયલમાં ઓળખ વગર અને રસીકરણ વગર ફરતી હતી. જ્યારે બાકીના ટોળા સીરિયન પ્રદેશમાં પથરાયેલા હતા. IDFએ સ્વીકાર્યું કે આ કામગીરી અનધિકૃત હતી. સેનાના જણાવ્યા અનુસાર, આ ઘટના બાદ, સંડોવાયેલા સ્ક્વોડ કમાન્ડરને સેવામાંથી બરતરફ કરવામાં આવ્યા છે.
શું ઇઝરાયલી સૈનિકો સીરિયામાં છે તૈનાત ?
ઉલ્લેખનીય છે કે ડિસેમ્બર 2024માં બશર અલ-અસદની સરકારના પતન પછી, ઇઝરાયલી સેનાએ દક્ષિણ સીરિયામાં તેની હાજરી વધારી છે. IDF હાલમાં સીરિયામાં નવ લશ્કરી થાણા ચલાવે છે, જેમાંથી મોટાભાગના યુએન-નિરીક્ષણ હેઠળના બફર ઝોનમાં છે. ઇઝરાયલી સેનાનું કહેવું છે કે તેના સૈનિકો સરહદની અંદર લગભગ 15 કિલોમીટર અંદર કાર્યવાહી કરી રહ્યા છે જેથી એવા શસ્ત્રો કબજે કરી શકાય જે ભવિષ્યમાં "દુશ્મન દળો" ના હાથમાં આવીને ઇઝરાયલ માટે ખતરો બની શકે.
