ઇમરાન ખાનને આંખોની ગંભીર બીમારી CRVO એટલે કે સેન્ટ્રલ રેટિનલ વેન ઓક્લૂઝન થઇ હોવાનું બહાર આવ્યુ છે.

ઇમરાન ખાનના સ્વાસ્થ્ય બાબતે ચિંતા વધી

પાકિસ્તાનના ભૂતપૂર્વ પીએમ ઇમરાન ખાનની તબિયત વધુ બગડી રહી હોવાનું સામે આવ્યુ છે. અગાઉ તેમને ગંભીર બીમારી થઇ હોવાનું જાણવા મળ્યુ હતુ. અને હવે તેઓને દ્રષ્ટી ગુમાવવાનો સમય નજીક આવી રહ્યો હોવાનું બહાર આવતા પરિવાર અને સમર્થકોમાં ચિંતાનો માહોલ છે. ઇમરાન ખાનની પાર્ટી તહરીક-એ-ઇન્સાફ એટલે કે PTIએ દાવો કર્યો છે કે, જો સમયસર ઇમરાન ખાનની સારવાર નહી કરવામાં આવે તો તેઓ પ્રજ્ઞાચક્ષુ બની શકે છે.

ઇમરાન ખાનના સમર્થકોએ લગાવ્યા આરોપ

ઇમરાન ખાનની પાર્ટીએ આરોપ લગાવ્યો છે કે, જેલ તંત્ર તેઓને યોગ્ય તબીબી સારવાર નથી આપી રહ્યુ. પાર્ટીના જણાવ્યા મુજબ, છેલ્લા કેટલાયે મહિનાથી જેલ તંત્રએ ઇમરાન ખાનના તબીબને તેમની સાથે મુલાકાત કરવા દીધી નથી. PTIએ તેને નિષ્કાળજી ગણાવ્યુ છે. અને ઇમરાન ખાનની તબિયત સાથે મજાક થઇ રહ્યો હોવાનું પણ જણાવ્યુ હતુ.

શુ છે CRVO અને કેમ છે તે ખતરનાક ?

CRVO એટલે કે સેન્ટ્રલ રેટિનલ વેન ઓક્લૂઝન. જે આંખોની ગંભીર બીમારી ગણાવામાં આવે છે. જેમાં રેટિનાની મુખ્ય નસમાં લોહીનો ગઠ્ઠો જામી છે. તેમાં આંખની અંદર લોહીનું પરિભ્રમણ બંધ થઇ જાય છે. અને રેટિનાને નુકસાન પહોંચે છે. તબીબોના જણાવ્યા પ્રમાણે જો સેન્ટ્રલ રેટિનલ વેન ઓક્લૂઝન એટલે કે CRVOની સારવાર જો યોગ્ય સમયે ન થાય તો દર્દી આંખોની રોશની ગુમાવી શકે છે. PTIએ કહ્યુ હતુ કે, ઇમરાન ખાનની જમણી આંખોમાં આ તકલીફ જોવા મળી છે.

અદિયાલા જેલમાં કેદ ઇમરાન ખાન

ઇમરાન ખાન 2018થી 2022 સુધી પાકિસ્તાનના પીએમ તરીકે કમાન સંભાળી ચુક્યા છે. તેઓને અવિશ્વાસ પ્રસ્તાવ હેઠળ સત્તા પરથી દૂર કરવામાં આવ્યા હતા. બાદમાં ઓગષ્ટ 2023માં તેઓની ધરપકડ કરવામાં આવી હતી. હાલમાં ઇમરાન ખાન ભ્રષ્ટાચાર સાથે જોડાયેલા મામલાઓમાં સજા ભોગવી રહ્યા છે. જાન્યુઆરીમાં 2025માં ઇમરાન ખાનને 14 વર્ષની સજા સંભળાવવામાં આવી હતી. આ ઉપરાંત તેમના પત્ની બુશરા બીબી પણ હાલ જેલમાં કેદ છે.

આ પણ વાંચોઃ વિમાન ક્રેશ થતાં જ કેમ ફેરવાઈ જાય છે આગના ગોળામાં, બળતણ કેટલું ખતરનાક?, જાણો