બાંગ્લાદેશમાં અત્યારે વચગાળાની સરકાર છે. મોહમ્મદ યુનુસ બાંગ્લાદેશની વચગાળાની સરકારના વડા છે. આગામી સમયમાં બાંગ્લાદેશમાં ચૂંટણીઓ યોજાવાની છે. મોહમ્મદ યુનુસે સૈન્યની પ્રશંસા કરતા ચૂંટણીઓને "ઐતિહાસિક અને ઉજવણીનો પ્રસંગ" બનાવવા વિનંતી કરી હતી. બાંગ્લાદેશમાં અત્યારે ભૂતપૂર્વ વડાપ્રધાન શેખ હસીનાને લઈને રાજકીય માહોલ ગરમાયો છે. શેખ હસીના ભારતની શરણમાં હોવાથી બાંગ્લાદેશના અનેક દિગ્ગજ નેતાઓ ભારત વિરોધી નિવેદન કરી રહ્યા છે. હાલમાં નિવૃત્ત બાંગ્લાદેશી જનરલ અબ્દુલ્લાહી અમન આઝમીએ ભારત વિરુદ્ધ ઝેર ઓક્યું.
ભારત વિરુદ્ધ અબ્લુલ્લાહીએ ઝેર ઓક્યું
અબ્દુલ્લાહી અમાન આઝમીનો એક વીડિયો સામે આવ્યો છે. જેમાં તે ભારત વિરુદ્ધ આકરા શબ્દો કહી રહ્યા છે. આ વીડિયોમાં તેમણે કહ્યું કે " જ્યાં સુધી ભારત વિભાજીત ન થાય, કયામતના દિવસ સુધી, તે બાંગ્લાદેશને શાંતિથી રહેવા દેશે નહીં. ભારત દરેક જગ્યાએ દખલ કરે છે - આપણા મીડિયામાં, આપણા સાંસ્કૃતિક વિશ્વમાં, આપણા બૌદ્ધિક વિશ્વમાં. એવા લોકો છે જે પાણીના મુદ્દા પર, આપણા લોકોની હત્યા કેવી રીતે થઈ રહી છે, અને વેપાર અસમાનતા પણ છે. જો આપણે આ બધું બાજુ પર રાખીએ, તો પણ સમસ્યા હજુ પણ મોટી છે."













