આગની ઘટનામાં જાનમાલનું નુકસાન થયુ નથી. ભારતીય સૈનિકોની કાર્યવાહી પ્રશંસનીય રહી હતી.

શોર્ટ સર્કિટના કારણે લાગી આગ

સંયુક્ત રાષ્ટ્ર મિશન સાથે તૈનાત ભારતીય સેનાના સૈનિકોએ ફરી એકવાર તેમની તૈયારી અને માનવતા દર્શાવી છે. સંયુક્ત રાષ્ટ્ર શાંતિ મિશન હેઠળ તૈનાત ભારતીય રેપિડ ડિપ્લોયમેન્ટ બટાલિયને ગોમા શહેરમાં લાગેલી ભીષણ આગનો ઝડપથી જવાબ આપ્યો, જેનાથી ઘણા લોકોના જીવ બચી ગયા. આ ઘટના ગોમાના બુજોવી ક્વાર્ટર વિસ્તારમાં બની હતી, જ્યાં શોર્ટ સર્કિટને કારણે એક ઘરમાં આગ લાગી હતી. આગ ઝડપથી નજીકના ત્રણ ઘરોમાં ફેલાઈ ગઈ, જેના કારણે વિસ્તારમાં ગભરાટ ફેલાયો.

સેનાએ 10-12 લોકોને બચાવ્યા

BFICHU કેમ્પમાં તૈનાત ભારતીય સૈનિકો ઘટનાસ્થળે પહોંચ્યા અને પરિસ્થિતિ પર કાબુ મેળવ્યો હતો. ક્વિક રિએક્શન ફોર્સે તાત્કાલિક વિસ્તારને ઘેરી લીધો અને 10થી12 લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢ્યા હતા. ફાયર ફાઇટિંગ ટીમોએ આગ ઓલવવાનું અને ઘરોમાં ફસાયેલા લોકોને શોધવાનું શરૂ કર્યું. બચાવ કામગીરી દરમિયાન, 6 થી 7 ઘાયલ લોકોને સ્થળ પર જ પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી.

ભારતીય સૈનિકોએ કર્યુ સંકલન

ભારતીય સૈનિકોએ LAVA સ્થળની ફાયર બ્રિગેડ ટીમોને ઘટનાસ્થળે પહોંચવામાં અને સંકલનમાં મદદ કરી, જેના કારણે આગને ઝડપથી કાબુમાં લેવામાં આવી. આ કાર્યવાહીથી કોઈ મોટી જાનમાલનું નુકસાન થતું અટકાવાયું, ન તો આગ વધુ ફેલાઈ. આ ઘટના દર્શાવે છે કે ભારતીય સૈનિકો હંમેશા યુદ્ધમાં જ નહીં, પરંતુ માનવતા અને શાંતિનું રક્ષણ કરવામાં પણ મોખરે હોય છે.

આ પણ વાંચોઃ શાંતિ કરારમાં Pakistan નિષ્ફળ ગયા બાદ હવે આગળ આવ્યુ China, જાણો શુ છે રણનીતિ?