ઇરાને બે વર્ષ બાદ ગ્રીસના એક તેલ ટેન્કરને છોડી દીધુ છે. બન્ને દેશ વચ્ચે થયેલી ડીલ બાદ આ નિર્ણય લેવાયો છે.

ઇરાન-અમેરિકા વચ્ચે જંગની સ્થિતિ

ઇરાનમાં મોંઘવારી મુદ્દે હિંસક પ્રદર્શનો ચાલી રહ્યા છે. સડક પર થઇ રહેલી હિંસાને રોકવા માટે અયાતુલ્લાહ અવી ખામેનેઇ નિષ્ફળ સાબિત થઇ રહ્યા છે. તો આ બધાની વચ્ચે ઇરાન પર અમેરિકા તરફથી પણ હુમલો થવાની શક્યતા છે. અમેરિકાએ અગાઉ જ ઇરાનને ધમકી આપી છે. ઇરાનના વિદેશ મંત્રી અબ્બાસ અરાધચીના કહ્યા મુજબ જો તહેરાન પર હુમલા કરાશે તો અમે પણ યુદ્ધ કરવા માટે પાછી પાની નહી કરીએ. ઇરાને યુદ્ધાભ્યાસ પણ શરુ કર્યો છે.

ગ્રીસનું તેલનું ટેન્કર કરાયુ મુક્ત

એક તરફ મિસાઇલ અને રડાર સક્રિય કરવામાં આવી રહ્યા છે. તો બીજી તરફ, ઇરાન નાના-નાના દેશમાં ડીલ કરીને મિડલ ઇસ્ટમાં પોતાનું સ્થાન મજબૂત કરી રહ્યુ છે. આ બધાની વચ્ચે ઇરાને ગ્રીસમાં એક ગુપ્ત ડીલ કરી છે. ઇરાને બે વર્ષ બાદ ગ્રીસનું તેલનું ટેન્કર છોડી દીધુ છે. ઇરાને 2024માં ફારસની ખાડીથી ગ્રીસનું એક તેલનું ટેન્કર પકડ્યુ હતુ. તે સમયે ઇરાને તેને મુક્ત ન કરવાની જાહેરાત કરી હતી. પરંતુ વર્તમાનની સ્થિતિને ધ્યાને રાખી આ તેલનું ટેન્કર મુક્ત કરાયુ છે. ભવિષ્યમાં ગ્રીસ તરફથી મદદ મળી શકતી હોવાથી આ નિર્ણય લેવાયો છે.

ઇરાનની રણનીતિને સમજો

સામાન્ય રીતે ચીન અને રશિયા એ ઇરાનની ખાસ મિત્રો રહ્યા છે. પરંતુ ઇરાને યુદ્ધ જેવી સ્થિતિમાં ગ્રીસ સાથે ડીલ કરી છે. જેના કારણે પ્રશ્નો ઉભા થઇ રહ્યા છે. ઇરાનને અમેરિકા તરફથી સૌથી વધુ ખતરો છે. ઇરાન પર હુમલો કરવા માટે અમેરિકા જે માર્ગ પસંદ કરશે તે બેલિએરિક દ્વીપ સમૂહનો હશે. અને આ બેલિએરિક દ્વીપ સમૂહના માર્ગમાં લેબનાન, તુર્કીએ, સાઉદી અને ગ્રીસ જેવા દેશ હશે. ઇરાન અને લેબનાન વચ્ચે અગાઉથી જ મિત્રતા છે. ગ્રીસના માધ્યમથી ઇરાનના પ્રયત્ન નાટોના સભ્ય તુર્કીએ અને ઇઝરાયલ પર પણ દબાણ પેદા કરવાની રણનીતિ છે.

આ પણ વાંચોઃ Iran Protest: ડોનાલ્ડ ટ્રમ્પની ધમકી પર ઈરાનનો જડબાતોડ જવાબ, અલી ખામેની સંપૂર્ણ યુદ્ધના મૂડમાં!