છ પત્ની અને 18 બાળકો પેદા કરી રિકોર્ડ બનાવનાર શખ્સના અમુક સંતાનની ડીએનએ તપાસ નકલી નીકળી હતી.
નકલી નાગરિકતાનું કૌભાંડ
કુવૈતમાં નાગરિકતા સાથે જોડાયેલો મામલો પ્રકાશમાં આવ્યો છે. છ લગ્ન, 18 બાળકો અને મોટી સંખ્યામાં આશ્રિતોની માહિતી કાગળ પર યોગ્ય દેખાઇ રહી હતી. પરંતુ જ્યારે તપાસ કરાઇ ત્યારે સમગ્ર કહાની બદલાઇ હતી. કુવૈતના રાષ્ટ્રીય તપાસ વિભાગે ખુલાસે કર્યો હતો કે, 18માંથી કેટલાક બાળકો નકલી નાગરિકતા મેળવીને બેઠા છે. આ કૌભાંડ આ વર્ષના સૌથી મોટા નાગરિકતા કૌભાંડમાં ગણવામાં આવી રહ્યો છે.
તપાસમાં આવ્યા નવા વળાંક
તપાસ દરમિયાન નવો વળાંક ત્યારે સામે આવ્યો જ્યારે ડીએનએ ફિંગરપ્રિંટીંગ કરાઇ હતી. તપાસમાં જાણવા મળ્યુ હતુ કે, કેટલાક બાળકો સગા ભાઇ છે. અને અમુક બાળકોના લોહીના કોઇ સંબંધ નથી. હમણા સુધી 4 બાળકોની નાગરિકતા રદ્દ કરવામાં આવી છે. આની સાથે જોડાયેલા 226 આશ્રિત પણ શંકાના વર્તુળમાં ફસાયા છે. અગાઉ બે નકલી પુત્રના મામલામાં 131 આશ્રિતો પ્રભાવિત થયા હતા. હવે વધુ બે નામની તપાસ ચાલી રહી છે.
ફરાર પુત્ર અને ડિજિટલ પુરાવા
પ્રથમ મોટો મામલો એવા વ્યક્તિનો છે જે 2025થી કુવૈતથી ફરાર છે. તેના નામ પર 15 બાળકોના નામ દાખલ છે. અને 41 આશ્રિત જોડાયેલા છે. તપાસ એજન્સીઓએ ડિજિટલ પુરાવાની તપાસ કરી હતી. તેમનું ઓફિસ ગૂગલ પર એક અલગ ગલ્ફ નામથી દાખલ છે. જે તેની કુવૈતના નામથી મેળ નથી ખાતું. સોશિયલ મીડિયા પર પુત્રીના લગ્નની શુભેચ્છા અસલી ગલ્ફ નામથી આપવામાં આવી છે.
બીજી નકલી ઓળખ પણ થઇ બેનકાબ
બીજો કેસ પણ ચોંકાવનારો છે. આ વ્યક્તિ પણ ત્યારે જ પેદા થયો જ્યારે તેમનો કથિત ભાઇનો જન્મ થયો હતો. તેમના નામ પર 12 બાળકો અને 55 આશ્રિત દાખલ હતા. વિદેશમાં થયેલા લગ્ન સમારંભમાં તેની અસલી ઓળખ સામે આવી હતી. ત્યાં તેનું અસલી નામ સામે આવ્યુ જે દસ્તાવેજમાં દાખલ નામથી અલગ હતુ.
તપાસના ચક્રો ગતિમાન કરાયા
પરિવારની ફાઇલમાં વધુમાં બે નામ તપાસમાં સામે આવ્યા છે. જો તે પણ નકલી હોવાનું સામે આવશે તો, 18માંથી 6 પુત્ર નકલી સાબિત થઇ શકે છે. કુવૈતનું રાષ્ટ્રીય તપાસ વિભાગ હવે આધુનિક ટેક્નોલોજી, ઇમેજ મેચિંગ અને ડિજિટલ ટ્રેકિંગનો ઉપયોગ કરી રહી છે. આ ઉપયોગ દ્વારા નેટવર્કનો પર્દાફાશ કરાઇ રહ્યો છે. આ માત્ર નકલી નાગરિકતા કૌભાંડ નથી. પણ 200થી વધુ લોકોની નાગરિકતા દાવ પર લાગી છે.
આ પણ વાંચોઃ US Britain Chagos Deal: ડિએગો ગ્રેસિયા વિશ્વ માટે કેમ છે મહત્વપૂર્ણ?, જાણો
