ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું છે કે, જો ઈરાન પોતાનો પરમાણુ કાર્યક્રમ ફરી શરૂ કરશે, તો અમેરિકા વધુ ખતરનાક હુમલો કરશે.
ડોનાલ્ડ ટ્રમ્પની સોશિયલ મીડિયા પોસ્ટ
અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી ઈરાનને ધમકી આપી છે. તેમણે કહ્યું છે કે ઈરાને તેના પરમાણુ શસ્ત્રો કાર્યક્રમ અંગે તાત્કાલિક વાટાઘાટો કરવી જોઈએ. નહીંતર આગામી યુએસ હુમલો વધુ ખતરનાક હશે. ટ્રમ્પે ટ્રુથ સોશિયલ પર લખ્યું હતું કે ઈરાને એક એવો કરાર કરવો જોઈએ જેમાં સ્પષ્ટપણે પરમાણુ શસ્ત્રોનો ત્યાગ કરવાની શરત હોય. ટ્રમ્પે કહ્યું હતું કે સમય ઓછો છે અને પરિસ્થિતિ ગંભીર છે.
અબ્રાહમ લિંકનના નેતૃત્વમાં મોટો કાફલો
ટ્રમ્પે ટ્રુથ સોશિયલ પર લખ્યું, કે, એક વિશાળ આર્મડા ઈરાન તરફ આગળ વધી રહ્યું છે. તે સંપૂર્ણ બળ, ઉત્સાહ અને દૃઢ નિશ્ચય સાથે ઝડપથી આગળ વધી રહ્યું છે. તે વિશાળ વિમાનવાહક જહાજ અબ્રાહમ લિંકનના નેતૃત્વમાં વેનેઝુએલામાં મોકલવામાં આવેલા કાફલા કરતાં પણ મોટો છે. વેનેઝુએલાની જેમ, આ કાફલો તૈયાર છે અને જો જરૂરી હોય તો ઝડપથી અને હિંસા સાથે તેના મિશનને પાર પાડવા સક્ષમ છે.
પરમાણુ કાર્યક્રમ પર અમેરિકાની ધમકી
ટ્રમ્પે અગાઉ કહ્યું છે કે જો ઈરાની સરકાર વિરોધીઓ સામે હિંસાનો આશરો લેશે તો અમેરિકા હસ્તક્ષેપ કરી શકે છે. જોકે ઈરાનમાં વિરોધ હવે ઓછો થઈ ગયો છે, ટ્રમ્પે સ્પષ્ટ કર્યું હતું કે જો ઈરાન તેનો પરમાણુ કાર્યક્રમ ફરી શરૂ કરશે તો અમેરિકા કાર્યવાહી કરશે. જૂનમાં, ઇઝરાયલ અને અમેરિકાએ સંયુક્ત રીતે મુખ્ય ઈરાની પરમાણુ સુવિધાઓ પર હુમલો કર્યો. દરમિયાન, ઈરાની વિદેશ પ્રધાન અબ્બાસ અરાકચીએ જણાવ્યું છે કે તેમણે તાજેતરના દિવસોમાં અમેરિકાના ખાસ દૂત સ્ટીવ વિટકોફ સાથે વાત કરી નથી, ન તો ઈરાને કોઈ વાતચીત કરવાની માંગ કરી છે.
આ પણ વાંચોઃ Bangladesh Election 2026 News: અચાનક કેમ વધ્યુ જમાત-એ-ઇસ્લામીનું રાજકીય આકર્ષણ, જાણો શું છે મામલો?
