મલાલાના મતે, ગાંજો પીધા પછી તેને એવું લાગ્યું કે તે ફરીથી 15 વર્ષની થઈ ગઈ છે. મલાલા જ્યારે 15 વર્ષની હતી ત્યારે તાલિબાનીઓએન તેના પર હુમલો કર્યો હતો.

ઓક્સફર્ડ કેમ્પસમાં ગાંજાનું સેવન

નોબેલ પુરસ્કાર વિજેતા મલાલા યુસુફઝાઈએ પહેલી વાર 20 વર્ષની ઉંમરે ગાંજો પીધો હતો. તેણે એક ઇન્ટરવ્યુમાં આ વાતનો ખુલાસો કર્યો હતો. મલાલાના મતે, 2017માં ઓક્સફર્ડ પહોંચ્યાના એક દિવસ પછી, તેણે ગાંજો પીધો હતો, જેના પછી તેને એવું લાગ્યું કે તે પાછી 15 વર્ષની થઈ ગઈ છે. મલાલાના મતે, એક દિવસ, તેની મિત્ર તેને ઓક્સફર્ડ કેમ્પસની એક ઝૂંપડીમાં લઈ ગઈ હતી. જ્યાં લોકો ગાંજો પીતા હતા. તેના મિત્રોની ભલામણ પર મલાલાએ ગાંજો પીધો હતો. મલાલાના મતે, ગાંજો પીધા પછી, તેને તાલિબાનનો હુમલો યાદ આવવા લાગ્યો. તેની આંખો સામે લોહી અને બંદૂકો ચમકી ઉઠી હતી.

તાજી થઇ જૂની યાદો

મલાલા યાદ કરે છે કે, ગાંજા પીધા પછી મને ગભરાયેલી જોઈને, મારા મિત્રોએ મને મારી હોસ્ટેલમાં લઈ જવાનું નક્કી કર્યું. પહેલી વાર, થોડા મીટર દૂર આવેલી હોસ્ટેલ એક માઈલ જેટલી લાગતી હતી. મને નહોતું લાગતું કે હું તે રાત્રે ત્યાં પહોંચી શકીશ. મલાલા અનુસાર, મને ફક્ત મારા પર થયેલા દુઃસ્વપ્નો યાદ આવી રહ્યા હતા. હું ફક્ત બે જ વસ્તુઓ જોઈ શકતી હતી: તાલિબાનના ક્રૂર ચહેરાઓ અને સફેદ કપડાંમાં લપેટાયેલી મારી જાતને.

કોણ છે મલાલા યુસુફઝાઈ ?

28 વર્ષીય મલાલા યુસુફઝાઈનો જન્મ પાકિસ્તાનના ખૈબર પાકમાં થયો હતો. મલાલાએ 11 વર્ષની ઉંમરે મહિલા અધિકારો વિશે બોલવાનું શરૂ કર્યું હતું. 2012 માં, તેના પર તાલિબાન દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો, જેના કારણે તેણીને પાકિસ્તાન છોડવાની ફરજ પડી હતી. ત્યારથી તેણીને નોબેલ શાંતિ પુરસ્કાર મળ્યો છે. 2012માં, યુસુફઝઈએ પાકિસ્તાની ક્રિકેટર અસરાર મલિક સાથે લગ્ન કર્યા. તેઓ બ્રિટનમાં સાથે રહે છે. પાકિસ્તાનમાં પ્રારંભિક શિક્ષણ પૂર્ણ કર્યા પછી, મલાલાએ બ્રિટનમાં આગળનો અભ્યાસ પૂર્ણ કર્યો છે. 

  • Follow us on: