સંશોધક એન્ડર્સ ઓટ્ટેસને રાત્રે તેને જોયું હતુ. તે કોઈપણ જાણીતા વિમાન જેવું લાગતું નથી.
ટ્રેનિંગ રેન્જ ઉપર ઉડતું ત્રિકોણાકાર આકારનું વિમાન
અમેરિકાના સૌથી રહસ્યમય લશ્કરી સ્થળ, એરિયા 51 ઉપર એક અજાણી ફ્લાઇટે ફરી એકવાર વિશ્વનું ધ્યાન ખેંચ્યું છે. આ વિસ્તાર પહેલા પણ એલિયન્સ અને યુએફઓ સાથે જોડાયેલો રહ્યો છે. તાજેતરમાં જ પ્રકાશિત થયેલા ઇન્ફ્રારેડ ફૂટેજમાં નેવાડા ટેસ્ટ અને ટ્રેનિંગ રેન્જ ઉપર ઉડતું ત્રિકોણાકાર આકારનું વિમાન દેખાય છે. વર્ષોથી ચાલી રહેલી અટકળોને ફરીથી જીવંત બનાવી છે કે એરિયા 51 ગુપ્ત શસ્ત્રો અને અદ્યતન ટેકનોલોજીનું કેન્દ્ર છે. આ રહસ્યમય ફ્લાઇટનો ખુલાસો ઉડ્ડયન સંશોધક એન્ડર્સ ઓટ્ટેસેન દ્વારા કરવામાં આવ્યો હતો.
એરિયા 51 ગુપ્ત પ્રોજેક્ટ્સ માટે જાણીતો
ઓટ્ટેસનના જણાવ્યા મુજબ, તેમણે 14 જાન્યુઆરી 2026ની રાત્રે આ અસામાન્ય વિમાન જોયું. તેઓ ગ્રૂમ લેક પાસે કેમ્પિંગ કરી રહ્યા હતા અને રેડિયો સ્કેનર્સ, થર્મલ કેમેરા અને ઓપ્ટિકલ સેન્સર્સનો ઉપયોગ કરીને રાત્રિના સમયે હવાઇ પ્રવૃત્તિનું નિરીક્ષણ કરી રહ્યા હતા. યુએસ એરફોર્સના નેવાડા ટેસ્ટ અને ટ્રેનિંગ રેન્જનો સત્તાવાર ભાગ, એરિયા 51, લાંબા સમયથી ગુપ્ત પ્રોજેક્ટ્સ માટે જાણીતો છે.
છબીઓનું અંતર પેદા કરે છે મુંઝવણ
ઓટ્ટેસન કહે છે કે વિમાનનો ત્રિકોણાકાર આકાર કોઈપણ જાણીતા વિમાન કરતા અલગ દેખાતો હતો. તેમણે AGM TM50-640 ઇન્ફ્રારેડ કેમેરાથી વિમાનની થર્મલ છબીઓ કેદ કરી. તેમણે એ પણ સ્વીકાર્યું કે અંતર છબીઓમાં મૂંઝવણ પેદા કરી શકે છે અને તેને B-2 સ્ટીલ્થ બોમ્બર જેવું દેખાડી શકે છે. જો કે, તેમણે સીધી સરખામણી કર્યા પછી આ શક્યતાને નકારી કાઢી. ઓટ્ટેસનના જણાવ્યા મુજબ, તે રાત્રે એક B-2 સ્પિરિટ બોમ્બર પણ આ વિસ્તારમાં સક્રિય હતો.
આ પણ વાંચોઃ Russiaએ Donald Trumpની યોજના પર ફેરવ્યુ પાણી, Putinનો વાસ્તવિક ખેલ થયો શરુ, જાણો શું છે રણનીતિ?













