પાકિસ્તાનના સંરક્ષણ મંત્રી ખ્વાજા આસિફે સિયાલકોટમાં 'પિઝ્ઝા હટ' ખુલ્લુ મુક્યુ હતુ. પણ આ ઉદ્ઘાટન પાકિસ્તાનનો મજાક ઉડી રહ્યો છે.
ગોલમાલ હૈ ભાઇ સબ ગોલમાલ હૈ !
સિયાલકોટમાં પાકિસ્તાનના સંરક્ષણ મંત્રી ખ્વાજા આસિફે જે 'પિઝ્ઝા હટ'નું ઉદ્ઘાટન કર્યુ છે. તે નકલી છે. અસલી 'પિઝ્ઝા હટ'એ તુરંત આ મામલે નિવેદન જાહેર કર્યુ છે. અને ખુલ્લુ મુકવામાં આવેલા 'પિઝ્ઝા હટ' આઉટલેટને નકલી ગણાવ્યુ છે. આ ઘટના બાદ ઘણા ધજાગરાં ઉડ્યા હતા. સોશિયલ મીડિયા પર પાકિસ્તાન અને સંરક્ષણ મંત્રી ખ્વાજા આસિફના મીમ્સ બની રહ્યા છે. કંપનીએ ટ્રેડમાર્કના દુરુપયોગની બાબત પર કાર્યવાહી કરવાની વાત કરી છે.
સોશિયલ મીડિયા પર જોવા મળ્યા મીમ્સ
નકલી 'પિઝ્ઝા હટ'ના ઉદ્ઘાટનનો વીડિયો અને સમાચાર સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે. જનતા પાકિસ્તાનના સંરક્ષણ મંત્રી ખ્વાજા આસિફનો મજાક ઉડાવી રહ્યા છે. યુઝર્સ પૂછી રહ્યા છે કે, આટલા મોટા આયોજનમાં આટલી મોટી ભૂલ કેવી રીતે થઇ હતી?. સિયાલકોટ કૈંટોનમેંટમાં આ કાર્યક્રમ ધૂમધામ પૂર્વક આયોજિત કરાયો હતો. પાકિસ્તાનના સંરક્ષણ મંત્રી ખ્વાજા આસિફ 'પિઝ્ઝા હટ'નું ઉદ્ઘાટન કરતા સ્માઇલ આપીને પોઝ આપી રહ્યા છે. પરંતુ હકીકત સામે આવતા જ કંપનીએ સ્પષ્ટતા આપી હતી.
'પિઝ્ઝા હટ' પાકિસ્તાને કરી સ્પષ્ટતા
'પિઝ્ઝા હટ' પાકિસ્તાને સત્તાવાર નિવેદન બહાર પાડ્યુ હતુ. અને કહ્યુ હતુ કે, સિયાલકોટ કેંટોનમેંટમાં જે આઉટલેટ ખુલ્યુ છે નકલી છે. કંપનીનું આ આઉટલેટ સાથે કોઇ સંબંધ નથી. નિવેદનમાં કહેવાયુ છે કે, 'પિઝ્ઝા હટ' પાકિસ્તાન પોતાના ગ્રાહકોને સુચિત કરે છે કે, સિયાલકોટ કેંટોનમેંટમાં જે આઉટલેટ ખુલ્લુ મુકવામાં આવ્યુ છે. તે નકલી છે. અને કંપનીનો તેની સાથે કોઇ સંબંધ નથી. નકલી આઉટલેટે 'પિઝ્ઝા હટ' પાકિસ્તાનનો લોગો અને બ્રાંડિંગનો ઉપયોગ કર્યો છે.
આ પણ વાંચોઃ Republic Day 2026: પ્રજાસત્તાક દિવસની પરેડમાં CRPF પુરુષ એકમનું નેતૃત્વ કરનાર સિમરન બાલા કેમ છે ચર્ચામાં?













