પાકિસ્તાન કંગાળ થવાની કગાર પર ઉભો છે પરંતુ હવે તેનો પુરાવો પણ સામે આવ્યો છે કે પાકિસ્તાનની હાલત ખૂબ જ ખરાબ થઇ ગઇ છે. પરિસ્થિતિ એવી છે કે કર્મચારીઓની સેલરી પણ નથી મળી રહી. આ સ્થિતિનું મુખ્ય કારણ છે પાકિસ્તાન ઇન્ટરનેશનલ એરલાઇન્સ (PIA) પર આવેલુ ગંભીર સંકટ. એરક્રાફ્ટ એન્જીનિયરો એ ફ્લાઇટ્સ માટે ક્લિયરન્સ આપવાનું બંધ કરી દીધું છે. ક્લિયરન્સ ન મળવાને કારણે દેશભરમાં એરલાઇન્સની ઉડાનો સંપૂર્ણ રીતે ઠપ થઈ ગઈ છે.
શા માટે ભડક્યા છે એન્જીનિયર્સ?
પાકિસ્તાન ઇન્ટરનેશનલ એરલાઇન્સના એન્જીનિયરોના પગારમાં વધારો થયો નથી અને ન તો સુરક્ષાની કોઈ ખાતરી આપવામાં આવી છે. એ કારણે ગુસ્સે થયેલા એન્જીનિયરોએ સોમવાર સાંજથી જ આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ માટેની મંજૂરી અટકાવી દીધી છે. એન્જીનિયરોની હડતાળને કારણે આશરે 12 ફ્લાઇટ્સ પર અસર પડી છે. હજારો મુસાફરો ઇસ્લામાબાદ, કરાંચી અને લાહોર જેવા એરપોર્ટ્સ પર અટવાઈ ગયા છે.
એન્જીનિયરો મોટો ખુલાસો
સોસાયટી ઓફ એરક્રાફ્ટ એન્જીનિયર્સ ઓફ પાકિસ્તાનના જણાવ્યા અનુસાર કે તેમના સભ્યો ત્યારે સુધી કામ પર પાછા નહીં ફરે, જ્યાં સુધી એરલાઇનના CEO પોતાનું વલણ બદલશે નહીં. યુનિયને આરોપ લગાવ્યો છે કે મેનેજમેન્ટ છેલ્લા બે મહિનાથી તેમની ફરિયાદોને અવગણે છે. એન્જીનિયરોનું કહેવું છે કે છેલ્લા 8 વર્ષથી કોઈ પગાર વધારો થયો નથી અને હવે સ્પેર પાર્ટ્સની ગંભીર અછત હોવા છતાં તેમને ફ્લાઇટ્સને ક્લિયર કરવા માટે દબાણ કરવામાં આવી રહ્યું છે. યુનિયને કહ્યું, અમે મુસાફરોના જીવને જોખમમાં મૂકી મેનેજમેન્ટના આદેશોનું પાલન કરી શકતા નથી.
હડતાળ ગેરકાયદેસરઃપાકિસ્તાન એરલાઇન્સ
પાકિસ્તાન ઇન્ટરનેશનલ એરલાઇન્સના CEOએ આ હડતાળને ગેરકાયદેસર ગણાવી છે. એરલાઇનનું કહેવું છે કે આ પાકિસ્તાન એસેન્શિયલ સર્વિસિસ એક્ટ 1952 હેઠળ ગેરકાયદેસર છે. CEO એ કહ્યું કે હડતાળનો હેતુ એરલાઇનના ચાલુ પ્રાઇવેટાઇઝેશન પ્રક્રિયાને નુકસાન પહોંચાડવાનો છે. આ વચ્ચે એરલાઇન મેનેજમેન્ટે જણાવ્યું છે કે ફ્લાઇટ ઓપરેશન્સ ફરી શરૂ કરવા માટે સ્ટાફની વ્યવસ્થા કરવાનો પ્રયાસ ચાલુ છે. હાલની પરિસ્થિતિ સારી ન કહી શકાય અને આવતા દિવસોમાં સ્થિતિ વધુ ગંભીર પણ બની શકે છે.