કલાકાર જોર્જિયા મેલોનીની પાર્ટી સાથે જોડાયેલો હોવાની શક્યતા છે. ઇટલી સરકારે આ મામલે તપાસના આદેશ આપ્યા છે.
ઇટલીમાં હોબાળાનો માહોલ
ઇટલીના પ્રધાનમંત્રી જોર્જિયા મેલોનીની પ્રતિમા રોમના ચર્ચમાં લગાવવામાં આવી છે. જેના પર ઇટલીમાં હોબાળો મચાવ્યો છે. સરકારના ધર્મ સંબંધી મામલાના મંત્રીએ આ અંગે તપાસના આદેશ આપવા અંગે વાત કરી છે. જે ચર્ચમાં તસ્વીર લગાવવામાં આવી છે તેનું નામ સેન્ટ લોરેન્સ બેસિલિકા છે. ચર્ચમાં બે દેવદૂતની પ્રતિમા લગાવવાનો પ્રસ્તાવ હતો. જેના કારણે લાંબા સમયથી તેની કવાયત શરુ હતી. આ તસ્વીર મેલોની સાથે મેળ ખાતી હોવાની શક્યતા દર્શાવાઇ રહી છે.
જોર્જિયા મેલોનીની પ્રતિક્રિયા
ઇટલીમાં હોબાળા મચાવ્યો બાદ પીએમ જોર્જિયા મેલોનીએ આ મામલે પ્રતિક્રિયા આપી છે. સોશિયલ મીડિયા પર પોસ્ટ લખી છે કે, તેઓ કોઇ પરી નથી. અને આ ફોટો તેમનો નથી. સરકારે જણાવ્યુ છે કે, તેઓ આ મામલો તપાસ કરાવશે. કોણ છે આ ઘટના પાછળ તેની શોધ કરીને તેને સજા આપવામાં આવશે. ચર્ચના પાદરી ડેનિયલ મિશેલેટીએ કહ્યુ હતુ કે, આ ફોટો પીએમ મોલોની જેવી છે. અને જેણે લગાવી છે તેને આ મામલે પુછ્વુ જોઇએ.
કલાકારે શું કહ્યુ ?
કલાકાર મેલોનીના પાર્ટી સાથે જોડાયેલા હોવાની શક્યતા દર્શાવવામાં આવી છે. કલાકાર બ્રૂનો વેલેન્ટિનેટીએ કહ્યુ હતુ કે, તેઓએ વર્ષ 2000માં આ મામલે કામ કર્યુ હતુ. આ કોઇ એક દિવસની કરામત નથી. તેમને નથી કે ખબર કે આ તસ્વીર કોની છે. તેઓ મેલોનીને નથી મળ્યા. અને તેમના પાર્ટી માટે પ્રચાર પણ નથી કર્યો. આ સમગ્ર મામલે મુંઝવણનો માહોલ ઉભો થયો છે.
આ પણ વાંચોઃ વિશ્વ બેંકના પ્રમુખ Ajay Banga પાકિસ્તાન પ્રવાસે, મુલાકાત બાદ તેજ થઇ ચર્ચા
