પ્રથમ માહિતી અમેરિકા સાથે જોડાયેલી તો બીજી ખબર રશિયા બાબતે સામે આવી છે.
અલી ખામેનેઇ પર લટકતી તલવાર
અમેરિકાની ડેલ્ટા ફોર્સની તૈનાતી ઇરાન સરહદ પાસે કરવામાં આવી છે. તો એક બ્રિટિશ અધિકારીએ દાવો કર્યો છે કે, તહેરાનમાંથી સોનું રશિયામાં લઇ જવાઇ રહ્યુ છે. ઇરાનમાં ચાલી રહેલા પ્રદર્શન દરમિયાન અલી ખામેનેઇ પર લટકતી તલવાર છે. એક તરફ અમેરિકાએ ઇરાન બોર્ડર પર પોતાની ડેલ્ટા ફોર્સ તૈનાત કરી છે. આ એ જ ડેલ્ટા ફોર્સ છે કે જેના સૈનિકોએ વેનેઝુએલામાં રાષ્ટ્રપતિ નિકોલસ માદુરો સામે સખ્ત ઓપરેશન કર્યુ હતુ.
ઈરાનમાં વિરોધ પ્રદર્શન યથાવત્
ઈરાનમાં વિરોધ પ્રદર્શન 12 દિવસથી ચાલુ છે. 26 પ્રાંતોમાં લોકો ખામેની સરકાર સામે રસ્તા પર ઉતરી આવ્યા છે. ઈરાની સરકારે લોકોને ખુશ કરવા માટે પ્રતિ નાગરિક $7 માસિક ભથ્થાની જાહેરાત પણ કરી હતી. પરંતુ લોકો હજુ પણ પાછળ હટતા નથી. વિરોધ પ્રદર્શનનું નેતૃત્વ કરી રહેલા પીપલ્સ મુજાહિદ ઓર્ગેનાઈઝેશનના વડા મરિયમ રઝાવીના જણાવ્યા અનુસાર, લોકો ખામેનીને સત્તા પરથી દૂર કરવા માંગે છે.
ગ્રેહામ લિન્ડસે બળવાને સ્વીકાર્યો
રિપબ્લિકન સેનેટર અને ડોનાલ્ડ ટ્રમ્પના વિશ્વાસુ ગ્રેહામ લિન્ડસેએ ઈરાનમાં અમેરિકાની ભૂમિકા વિશે એક મહત્વપૂર્ણ ખુલાસો કર્યો છે. ગ્રેહામે કહ્યું કે, અમે ત્યાં બળવાના પ્રયાસમાં રોકાયેલા છીએ. અમેરિકન લોકો સંપૂર્ણપણે ઈરાનીઓ સાથે છે, તેથી અમે તેમને એકલા છોડી શકતા નથી. અમેરિકાએ 1953માં ઈરાનમાં પણ બળવો કર્યો હતો. તે સમયે, સીઆઈએએ ઈરાની સરકારને ઉથલાવી પાડવા માટે ફુગાવાનો મુદ્દો ઉઠાવ્યો હતો.
