ઉત્તર ગાઝામાં બે પેલેસ્ટિનિયન પિતરાઈ ભાઈ-બહેન પર હુમલો કરાયો હતો. જેમાં તેમના મોત થયા છે.
જમીની વાસ્તવિકતા ભયાનક
ગાઝામાં જમીની વાસ્તવિકતા વધુ ભયાનક છે, "શાંતિ બોર્ડ" અને કાયમી શાંતિ માટેની યોજનાઓ સાથે જ્યારે યુએસ રાજદૂતો ઇઝરાયલ સાથે વાતચીત કરી રહ્યા છે. ત્યારે લાકડા એકત્રિત કરતા બે નિર્દોષ બાળકો ઇઝરાયલી હુમલામાં માર્યા ગયા છે. રફાહ બોર્ડર ક્રોસિંગ ખોલવાની ઘટનાને બંધકોની શોધ સાથે જોડવામાં આવી છે. ગાઝામાં શાંતિ હાલમાં ફક્ત કાગળ પર જ અસ્તિત્વ ધરાવે છે.
યુએસ રાજદૂતો અને પીએમ બેન્જામિન નેતન્યાહૂની મુલાકાત
યુએસ રાજદૂતો જેરેડ કુશનર અને સ્ટીવ વિટકોફ ઇઝરાયલ પહોંચ્યા અને પીએમ બેન્જામિન નેતન્યાહૂ સાથે મુલાકાત કરી. બેઠકનો હેતુ ગાઝાના ભવિષ્યની ચર્ચા કરવાનો, હમાસને નિઃશસ્ત્ર કરવાનો અને યુદ્ધવિરામને કાયમી શાંતિમાં પરિવર્તિત કરવાનો હતો. જોકે, ગાઝામાં ઇઝરાયલી હુમલા ચાલુ રહ્યા, જેમાં બે બાળકોના જીવ ગયા હતા. ઇઝરાયલી સેનાએ દાવો કર્યો હતો કે તેના સૈનિકોએ ભયનો અહેસાસ કર્યો હતો અને કાર્યવાહી કરી હતી.
શું થશે "બોર્ડ ઓફ પીસ"નું ?
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા "બોર્ડ ઓફ પીસ" ની રચના અને ગાઝા કરારના બીજા તબક્કાની જાહેરાત બાદ જેરેડ કુશનર અને સ્ટીવ વિટકોફે ઇઝરાયલી પીએમ નેતન્યાહૂ સાથે મુલાકાત કરી હતી. વ્હાઇટ હાઉસના વરિષ્ઠ સલાહકાર જોશ ગ્રીનબૌમ પણ હાજર હતા. યુએસ અધિકારીઓના જણાવ્યા અનુસાર, ચર્ચાનું કેન્દ્રબિંદુ હમાસને નિઃશસ્ત્ર કેવી રીતે કરવું અને યુદ્ધવિરામને લાંબા ગાળાની શાંતિમાં કેવી રીતે ફેરવવો તે હતું.
આ પણ વાંચોઃ શી જિનપિંગ કાર્યવાહીમાં ચીનના ટોચના જનરલ ઝાંગ યુક્સિયાને કરાયા બરતરફ, કાયદા ઉલ્લંઘનનો આરોપ
