તિબેટ અને નેપાળ સરહદે આવેલા ગ્યિરોંગ (કેરુંગ) પોર્ટ નજીક ગંભીર ભૂસ્ખલન અને ભોટે કોશી નદીમાં આવેલા અચાનક પૂર (ફ્લેશ ફ્લડ)ને કારણે ભારે વિનાશ સર્જાયો છે. ચીનની સીમામાં આવેલી 6-7 માળની વિશાળ કસ્ટમ્સ ઓફિસ જોતજોતામાં પાણીના પ્રચંડ પ્રવાહમાં તણાઈ ગઈ હતી. આ ભયાનક હોનારતમાં 22 લોકોના મોત થયા છે. આ સિવાય 40 કિલોમીટર લાંબો રસ્તો ધોવાઈ ગયો છે અને 19 જેટલા પુલ તૂટી પડ્યા છે.
105 ભારતીયો સહિત સેંકડો પ્રવાસીઓ લાપતા
નેપાળ ટૂરિઝમ બોર્ડના જણાવ્યા અનુસાર, આ અકસ્માતમાં 384થી વધુ પ્રવાસીઓ ગુમ છે, જેમાં 105 ભારતીય નાગરિકો અને 37 NRI સામેલ છે. બાકીના પ્રવાસીઓ અમેરિકા, બ્રિટન, ઓસ્ટ્રેલિયા અને મલેશિયા જેવા દેશોના છે. આ રસ્તો વેપારી કન્ટેનરના આયાત-નિકાસ અને માનસરોવર યાત્રા માટે અત્યંત મહત્વપૂર્ણ છે.
