શનિવારે સવારે ઈરાનના દક્ષિણ-પૂર્વીય શહેર ઝાહેદાનમાં આતંકવાદી હુમલો થયો હતો. શનિવારે સવારે કેટલાક અજાણ્યા બંદૂકધારીઓએ પ્રાંતીય ન્યાયિક મુખ્યાલય પર ગોળીબાર કરતા અંધાધૂંધી મચી ગઈ હતી. આ હુમલામાં 5 લોકોના મોત થયા હતા, જ્યારે 13 અન્ય ઘાયલ થયા હતા. અત્યાર હાલ રાહત અને બચાવ કામગીરી ચાલી રહી છે.
ઈરાનની મેહર ન્યૂઝ એજન્સી અનુસાર, ઈરાની ન્યાયતંત્ર માહિતી કેન્દ્રે પુષ્ટિ આપી છે કે સિસ્તાન અને બલુચિસ્તાન પ્રાંતના કોર્ટ સંકુલમાં સવારે હુમલો થયો હતો. અજાણ્યા સશસ્ત્ર હુમલાખોરોએ અચાનક અંધાધૂંધ ગોળીબાર શરૂ કરી દીધો. ઝાહેદાન શહેર ઈરાનના અશાંત સિસ્તાન અને બલુચિસ્તાન પ્રાંતમાં આવેલું છે, જ્યાં આતંકવાદી ઘટનાઓ વારંવાર નોંધાયા છે.
13 લોકો ઘાયલ, 5 માર્યા ગયા,3 આતંકવાદીઓ માર્યા ગયા
ગોળીબાર દરમિયાન અંધાધૂંધી ફેલાઈ ગઈ હતી અને કોર્ટ પરિસરને તાત્કાલિક ખાલી કરાવવામાં આવ્યું હતું. ઘટનાની જાણ થતાં જ રાહત અને બચાવ ટીમો ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને ઘાયલોને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ઘાયલોની સંખ્યા વધુ હોવાની આશંકા છે. સુરક્ષા દળોની જવાબી કાર્યવાહીમાં 3 આતંકવાદીઓ પણ માર્યા ગયા હતા. સુરક્ષા દળો દ્વારા સમગ્ર વિસ્તારને ઘેરી લેવામાં આવ્યો છે અને સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવી રહ્યું છે.
જૈશ અલ-અદલે જવાબદારી સ્વીકારી
એક રિપોર્ટ મુજબ, જૈશ અલ-અદલ નામના આતંકવાદી સંગઠને આ હુમલાની જવાબદારી સ્વીકારી છે. આ સંગઠને પહેલા પણ ઘણી વખત ઈરાનમાં આતંકવાદી પ્રવૃત્તિઓ કરી છે અને તેની ગણતરી ઈરાન વિરોધી ઉગ્રવાદી જૂથોમાં થાય છે. ઝાહેદાન શહેર ઈરાનના અશાંત સિસ્તાન અને બલુચિસ્તાન પ્રાંતમાં આવેલું છે, જ્યાં આતંકવાદી ઘટનાઓ વારંવાર બનતી રહે છે. આ રીતે ન્યાયિક સંસ્થાને નિશાન બનાવવી એ એક મોટો સંકેત માનવામાં આવી રહ્યો છે.