પાકિસ્તાનમાં લોકશાહીના અસ્તિત્વ વચ્ચે, તાજેતરમાં કરવામાં આવેલા બંધારણીય સુધારાને કારણે સંયુક્ત રાષ્ટ્ર (UN) ની ચિંતાઓ વધી છે. સંયુક્ત રાષ્ટ્રના માનવ અધિકાર (UNHRC) ના ઉચ્ચ કમિશનર વોલ્કર તુર્કે (VolkerTurk) સ્પષ્ટપણે આ સુધારા પર પ્રશ્ન ઉઠાવ્યો છે અને જણાવ્યું છે કે તે દેશની ન્યાયિક વ્યવસ્થા માટે ગંભીર પડકાર ઊભો કરી શકે છે.
વોલ્કર તુર્કે એક પ્રેસ કોન્ફરન્સમાં આપ્યું નિવેદન
નોંધનીય છે કે UNHRCના ઉચ્ચ કમિશનર વોલ્કર તુર્કે એક પ્રેસમાં જણાવ્યું હતું કે પાકિસ્તાનનો 26મો બંધારણીય સુધારો માત્ર ન્યાયિક સ્વતંત્રતા માટે જ નહીં, પરંતુ લશ્કરી જવાબદારી અને કાયદાના શાસન માટે પણ એક મહત્ત્વપૂર્ણ પડકાર ઊભો કરી શકે છે.વોલ્કર તુર્કનું નિવેદન આ સુધારા બાદ આવ્યું છે, જેના વિશે તેમણે ચેતવણી આપી હતી કે તે પાકિસ્તાનમાં લોકશાહી અને માનવ અધિકારોને જોખમમાં મૂકી શકે છે.
