આ નિર્ણય અબુ ધાબીમાં થયેલી બેઠકો બાદ લેવામાં આવ્યો હતો. જ્યાં યુક્રેન યુદ્ધને સમાપ્ત કરવાના મુદ્દા પર ચર્ચા થઇ હતી.

બન્ને દેશ વચ્ચે ઉચ્ચ સ્તરીય બેઠક

યુએસ આર્મીના યુરોપિયન કમાન્ડ અનુસાર, અમેરિકા અને રશિયાએ ચાર વર્ષ પછી ઉચ્ચ સ્તરીય લશ્કરી વાટાઘાટો ફરી શરૂ કરવાનો નિર્ણય લીધો છે. રશિયાએ યુક્રેન પર મોટા પાયે હુમલો કર્યાના થોડા સમય પછી, 2021માં દેશો વચ્ચે ઉચ્ચ સ્તરીય લશ્કરી વાટાઘાટો સ્થગિત કરવામાં આવી હતી. ત્યારથી બંને દેશો વચ્ચેના સંબંધો તણાવપૂર્ણ છે. સંયુક્ત આરબ અમીરાતની રાજધાની અબુ ધાબીમાં યોજાયેલી મહત્વપૂર્ણ બેઠકો બાદ આ નિર્ણય લેવામાં આવ્યો હતો.

યુદ્ધ સમાપ્તિ માટે પ્રયાસ

યુએસ યુરોપિયન કમાન્ડના કમાન્ડર અને નાટોના સુપ્રીમ એલાઇડ કમાન્ડર યુરોપ, જનરલ એલેક્સિસ ગ્રિનેવિચે અબુ ધાબીમાં યોજાયેલી બેઠકોમાં અમેરિકાનું પ્રતિનિધિત્વ કર્યું હતું. રશિયા અને યુક્રેનના વરિષ્ઠ લશ્કરી અધિકારીઓ પણ હાજર હતા. યુદ્ધને સમાપ્ત કરવાના પ્રયાસોના ભાગ રૂપે જનરલ ગ્રિંકેવિચ યુએસ, રશિયન અને યુક્રેનિયન અધિકારીઓ સાથે વાટાઘાટો કરવા યુક્રેન પહોંચ્યા હતા.

કોવિડ દરમિયાન વાતચીત થઇ બંધ

ન્યૂ START કરાર પર સૌપ્રથમ 2010 માં હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. તેના હેઠળ, બંને દેશોએ તેમના તૈનાત પરમાણુ શસ્ત્રોની સંખ્યા 1,550 સુધી મર્યાદિત કરવાની જરૂર હતી. જે 2002ની મર્યાદાથી લગભગ 30% ઘટાડો હતો. કરારમાં એકબીજાના પરમાણુ સુવિધાઓના નિરીક્ષણને પણ મંજૂરી આપવામાં આવી હતી. પરંતુ આ નિરીક્ષણો COVID-19 દરમિયાન બંધ કરવામાં આવ્યા હતા અને ફરી શરૂ થયા નથી.

આ પણ વાંચોઃ Knowledge: લોકસભાની અંદર કેવી રીતે જળવાય છે પીએમની સુરક્ષા, શું ગૃહની અંદર SPG હોય છે હાજર?