અમેરિકા અને રશિયાની વચ્ચે ચાલી રહેલા તણાવમાં મોટો વધારો થઈ શકે છે. ઉત્તર એટલાન્ટીક મહાસાગરમાં ચાલી રહેલા હાઈવોલ્ટેજ ડ્રામા બાદ અમેરિકાએ રશિયાના ઝંડાવાળા ટેન્કર 'મરીનેરા'ને જપ્ત કરી લીધું છે. આ સૈન્ય કાર્યવાહીને વૈશ્વિક રાજનીતિમાં ખળભળાટ મચાવી દીધો છે, કારણ કે ઓપરેશન દરમિયાન રશિયન નૌકાદળનું યુદ્ધજહાજ અને સબમરીન પણ આ વિસ્તારમાં હાજર હતી.

પ્રતિબંધોના ઉલ્લંઘનના આરોપમાં કરવામાં આવી કાર્યવાહી

અમેરિકી યૂરોપિયન કમાને બુધવારે પુષ્ટી કરી કે વેનેઝુએલાના તેલ વેપાર સાથે જોડાયેલા રશિયન ટેન્કર 'મરીનેરા'ને અમેરિકી સેના અને કોસ્ટ ગાર્ડે સંયુક્ત ઓપરેશનમાં પોતાના નિયંત્રણમાં લઈ લીધું છે. ફેડરલ કોર્ટના વોરંટના આધાર પર કરવામાં આવેલી આ કાર્યવાહી પ્રતિબંધોના ઉલ્લંઘનના આરોપમાં કરવામાં આવી છે. આ ટેન્કર ત્યારે જપ્ત કરવામાં આવ્યું, જ્યારે આઈસલેન્ડની પાસે દરિયામાં રશિયન નૌકાદળની એક સબમરીન અને ઘણા યુદ્ધજહાજ તૈનાત હતા.

ટેન્કરને અઠવાડિયા સુધી એટલાન્ટીક મહાસાગરમાં ટ્રેક કરવામાં આવ્યું

અમેરિકી અધિકારીઓએ જણાવ્યું કે આ રશિયન ટેન્કરને પકડવાની ક્વાયત રાતોરાત સફળ ના થઈ પણ તેને અઠવાડિયા સુધી એટલાન્ટીક મહાસાગરમાં ટ્રેક કરવામાં આવ્યું હતું. આ ટેન્કર પહેલાથી જ અમેરિકી દરિયામાં નાકાબંધીને ચકમો આપીને પસાર થઈ ચૂક્યું હતું અને તેણે જહાજ પર ચઢવા અને તપાસ કરવા માટે યુએસ કોસ્ટ ગાર્ડની વારંવાર સૂચનાઓ અને વિનંતીઓનો ઈનકાર કર્યો હતો. એટલું જ નહીં પકડાઈ જવાના ડરથી જહાજે દરિયાની વચ્ચે જ પોતાની ઓળખ છુપાવવા માટે ઝંડા અને રજિસ્ટ્રેશન સુધી ફેરફાર કરી દીધો હતો.

રશિયન નૌકાદળની ગતિવિધિઓ વધી

રિપોર્ટમાં ખુલાસો થયો છે કે ટેન્કરના રૂટની આસપાસ રશિયન નૌકાદળની ગતિવિધિઓ વધી ગઈ છે. અમેરિકી અધિકારીઓએ પુષ્ટી કરી કે ઓપરેશન દરમિયાન રશિયન યુદ્ધ જહાજ અને એક સબમરીન આ વિસ્તારમાં હાજર હતી. ઉલ્લેખનીય છે કે વેનેઝુએલાના રાષ્ટ્રપતિ નિકોલસ માદુરોની ધરપકડના કેટલાક દિવસ બાદ આ કાર્યવાહી થઈ છે. અમેરિકી સ્પેશિયલ ફોર્સે કરાકસમાં ઓપરેશન ચલાવીને માદુરોની ધરપકડ કરી હતી અને તેમને નશીલી દવાઓની તસ્કરીના આરોપમાં કેસ માટે અમેરિકા લાવવામાં આવ્યા છે.   

આ પણ વાંચો: World News: 10 વર્ષ બાદ Bangladesh-Pakistan વચ્ચે સીધી ફ્લાઇટ્સ 29 જાન્યુઆરીથી ફરી શરૂ થશે