પાકિસ્તાનના 8 સૈન્ય ઠેકાણા પર એકસાથે હુમલો કરવામાં આવ્યો હતો. પાકિસ્તાનની સેના કઇ સમજે તે પહેલા તાલિબાને તેના 58 જવાન મારી નાંખ્યા હતા.
જડબાતોડ કાર્યવાહી
તાલિબાન સામે હુમલો કરવો એ પાકિસ્તાનને ભારે પડ્યુ છે. જડબાતોડ કાર્યવાહીમાં તાલિબાને પાકિસ્તાનના 58 જવાન ઠાર કર્યા છે. તાલિબાનના આ એક્શને પાકિસ્તાન અને દુનિયાભરમાં હલચલ મચાવી દીધી છે. તાલિબાનના આ એક્શન બાદ અફઘાનિસ્તાનના રક્ષામંત્રી મુલ્લા યાકૂબ મુઝાહિદ્દીનની ચર્ચાએ જોર પકડ્યુ છે. કાબુલમાં પત્રકાર પરિષદમાં દરમિયાન યાકૂબે પાકિસ્તાનના હુમલા મામલે અગાઉ પણ જડબાતોડ જવાબ આપવા માટે જાહેરાત કરી હતી. તેણે કહ્યુ હતુ કે, પાકિસ્તાન જાતે રહીને અમારી સંપ્રભુતા સાથે રમત રમી રહ્યુ છે.
મૌલવી તરીકેનું શિક્ષણ કર્યું પ્રાપ્ત
તાલિબાનના રક્ષા મંત્રી મુલ્લા યાકૂબ 2016માં પ્રથમવાર ચર્ચામાં આવ્યા હતા. યાકૂબને એ વખતે તાલિબાને ઉપનેતાનું પદ આપ્યુ હતુ. યાકૂબ તાલિબાનના સંસ્થાપક મુલ્લા ઉમરના મોટા પુત્ર છે. મૌલવી તરીકે શિક્ષણ પ્રાપ્ત કરી ચુકેલા યાકૂબને હથિયાર બનાવવા અને ચલાવવામાં પારંગત માનવામાં આવે છે. 35 વર્ષના યાકૂબને અમેરિકા સાથેની લડાઇ વખતે 15 ઝોનની કમાન સોંપવામાં આવી હતી. યાકૂબે આ વિસ્તારમાં પાકિસ્તાનના સૈનિકોને ઠાર માર્યા હતા.
પાકિસ્તાનના અફઘાનિસ્તાન પર આરોપ
મુલ્લા યાકૂબ હમેંશા પાકિસ્તાન વિરુદ્ધ હુમલાઓ કરતા રહ્યા છે. યૂએનમાં જ્યારે પાકિસ્તાને અફઘાનિસ્તાન પર આતંક ફેલાવવાનો આરોપ લગાવ્યો હતો. ત્યારે તાલિબાન તરફથી યાકૂબે પોતાનો પક્ષ મુક્યો હતો. અને કહ્યુ હતુ કે, પાકિસ્તાનમાં સુરક્ષા વ્યવસ્થા ધ્વસ્ત થઇ ગઇ છે. પાકિસ્તાનની સરકાર નિષ્ફળ સુરક્ષાને સુધારી નથી શકતી. જાન્યુઆરી 2024માં મુલ્લા યાકૂબના ઇશારા પર તાલિબાની આર્મીએ પાકિસ્તાનના 12 સૈનિકોની હત્યા કરી હતી.













