સામાન્ય રીતે વિદેશી નેતાઓની અમેરિકાની મુલાકાત હવાઈ મુસાફરી અને કડક સુરક્ષા વ્યવસ્થાઓ સાથે જોડાયેલી હોય છે. પરંતુ સપ્ટેમ્બર 2025માં ભારતના વિદેશ મંત્રી એસ. જયશંકર માટે પરિસ્થિતિ અલગ હતી. તેમને સમગ્ર અમેરિકામાં લગભગ 670 કિલોમીટર (416 માઇલ) કાર દ્વારા મુસાફરી કરવી પડી, જે પોતે જ એક અસામાન્ય ઘટના ગણાય છે.


વાણિજ્યિક હવાઈ મુસાફરી

તાજેતરમાં US સ્ટેટ ડિપાર્ટમેન્ટ દ્વારા જાહેર કરાયેલા અહેવાલ મુજબ, આ સમયગાળા દરમિયાન અમેરિકામાં સરકારી શટડાઉન ચાલી રહ્યો હતો. શટડાઉનના કારણે દેશભરમાં વાણિજ્યિક હવાઈ મુસાફરી અસરગ્રસ્ત થઈ હતી અને ઘણી ફ્લાઇટ્સ સંપૂર્ણ રીતે બંધ કરી દેવામાં આવી હતી. આવી સ્થિતિમાં, જયશંકરની અગાઉથી નક્કી થયેલી કૂટનીતિક બેઠકો રદ કરવી શક્ય નહોતી.

એન્ટોનિયો ગુટેરેસ સાથે મહત્વપૂર્ણ મુલાકાત

એસ. જયશંકરે યુનાઇટેડ નેશન્સમાં UN સેક્રેટરી જનરલ એન્ટોનિયો ગુટેરેસ સાથે મહત્વપૂર્ણ મુલાકાત કરવાની હતી. ફ્લાઇટ્સ ઉપલબ્ધ ન હોવાને કારણે, US ડિપ્લોમેટિક સિક્યુરિટી સર્વિસે રોડ ટ્રાવેલનો વિકલ્પ પસંદ કર્યો. આ સેવા અમેરિકન અને વિદેશી ઉચ્ચ અધિકારીઓની સુરક્ષા માટે જવાબદાર છે.

આ બ્રિજ પર સુરક્ષા

અહેવાલ અનુસાર, US-કેનેડા સરહદ પર આવેલા લેવિસ્ટન-ક્વીન્સટન બ્રિજ પર સુરક્ષા એજન્ટોએ એસ. જયશંકરનું સ્વાગત કર્યું. ત્યાંથી મેનહટન સુધીનો લગભગ 7 કલાકનો લાંબો ડ્રાઇવિંગ પ્રવાસ શરૂ થયો. સમગ્ર માર્ગ દરમિયાન કડક સુરક્ષા વ્યવસ્થા જાળવવામાં આવી, જેથી કોઈપણ પ્રકારની અડચણ વગર બેઠક સમયસર યોજાઈ શકે.

ભારત-અમેરિકા વચ્ચેની કૂટનીતિક

US અધિકારીઓએ સ્પષ્ટ કર્યું કે આ સમગ્ર આયોજનનો હેતુ એ હતો કે સરકારી શટડાઉન હોવા છતાં ભારત-અમેરિકા વચ્ચેની કૂટનીતિક પ્રક્રિયા અટકે નહીં. આ ઘટના દર્શાવે છે કે આંતરરાષ્ટ્રીય સંબંધોમાં સંવાદ અને બેઠકનું મહત્વ પરિસ્થિતિઓ કરતા પણ મોટું હોય છે. આ અહેવાલ 30 ડિસેમ્બરે તૈયાર કરવામાં આવ્યો હતો અને 8 જાન્યુઆરીએ જાહેર થયો, જેના કારણે 4 મહિના પછી આ અનોખી રોડ મુસાફરીની વિગત દુનિયા સામે આવી. જયશંકરની આ યાત્રા માત્ર એક મુસાફરી નહીં, પરંતુ કૂટનીતિક પ્રતિબદ્ધતાનું પ્રતિક બની ગઈ.

આ પણ વાંચો : Sridhar Vembu Divorce Dispute : ભારતનો સૌથી મોંઘા ડિવોર્સ? ઝોહોના સ્થાપક સામે ₹15,000 કરોડનો બોન્ડ


  • Follow us on: