સત્તાની તમામ જવાબદારીઓ પુત્ર મસૂદને સોંપવામાં આવી છે. અમેરિકાએ નેવી ફ્લીટ તૈનાત કરી છે.
અમેરિકાના હુમલાની આશંકા
ઇરાનના સુપ્રીમ લીડર અયાતુલ્લા અલી ખામેનેઇને લઇને એક મહત્ત્વની રિપોર્ટ સામે આવી છે. રિપોર્ટના જણાવ્યા મુજબ, અમેરિકાની હુમલાની આશંકા વચ્ચે અલી ખામેનેઇ અંડરગ્રાઉન્ડ બંકરમાં ચાલ્યા ગયા છે. ઇરાની સેનાના સીનિયર અધિકારીએ અલી ખામેનેઇને સતર્ક કર્યા હતા કે, અમેરિકા ગમે ત્યારે હવાઇ હુમલો કરી શકે છે. રિપોર્ટ અનુસાર 86 વર્ષીય અલી ખામેનેઇ તેહરાનમાં બંકરમાં છુપાયા છે. આ બંકર સીક્રેટ અંડરગ્રાઉન્ડ સુરંગો સાથે જોડાયેલી છે.
અલી ખામેનેઇએ પુત્રને સોંપી જવાબદારી
રિપોર્ટ અનુસાર અલી ખામેનેઇએ પુત્રને સોંપી જવાબદારી છે. 53 વર્ષીય મસૂદ ખામનેઇને હંગામી ધોરણે મહત્ત્વના નિર્ણયો પર નજર રાખવાની જવાબદારી સોંપાઇ છે. તેઓ સરકારના કાર્યકારી વિભાગો વચ્ચે સેતુનું કામ કરી રહ્યા છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે જાહેરાત કરી હતી કે, અમેરિકા મિડિલ ઇસ્ટની તરફ વોરશિપ મોકલી રહ્યુ છે. ડોનાલ્ડ ટ્રમ્પે તેને ઇરાન માટે સખ્ત ચેતાવણી ગણાવી હતી.
ઇરાનની સ્પષ્ટતા
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યુ છે કે, અમેરિકી નૈસેના એક મોટી ફ્લીટ તૈનાત કરી રહી છે. તો આ તરફ, અબ્રાહમ લિંકન સ્ટ્રાઇક ગ્રુપમાં ત્રણ યુદ્ધપોત સામેલ છે. આ ગ્રુપ હિંદ મહાસાગરથી નિકળીને ફારસની ખાડી તરફ આગળ નિકળ્યુ છે. જોકે, ઈરાને જાહેરમાં અમેરિકા સામે ઝુકવાના કોઈ સંકેતો દર્શાવ્યા નથી. ઈરાની રાષ્ટ્રપતિ મસૂદ પેઝેશ્કિયાને સ્પષ્ટપણે કહ્યું છે કે જો અમેરિકા કે ઈઝરાયલ ઈરાનના સર્વોચ્ચ નેતા પર હુમલો કરે છે. તો તેને ઈરાન સામે યુદ્ધ ગણવામાં આવશે.
અલી ખામેનીઇની સોશિયલ મીડિયા પોસ્ટ
અલી ખામેનીઇ સામાન્ય રીતે સોશિયલ મીડિયા પર સક્રિય રહે છે. પરંતુ તેમણે 17 જાન્યુઆરીથી X પર કોઈ પોસ્ટ કરી નથી. તે કઈ તારીખથી બંકરમાં છે તે સ્પષ્ટ નથી. અગાઉ, જૂનમાં ઈઝરાયલ સાથેના 12 દિવસના યુદ્ધ દરમિયાન ખામેની ભૂગર્ભમાં ગયા હતા. તે સમયે, તેમણે મૃત્યુના ડરથી સંભવિત ઉત્તરાધિકારીઓની યાદી પણ તૈયાર કરી હતી. અલી ખામેનીએ તેમની છેલ્લી સોશિયલ મીડિયા પોસ્ટમાં દેશમાં ચાલી રહેલા વિરોધ પ્રદર્શનો માટે સ્થાનિક અને વિદેશી ગુનેગારોને દોષી ઠેરવ્યા હતા.
આ પણ વાંચોઃ Republic Day 2026: પરેડનો સમય, થીમ, ટેબ્લો, મુખ્ય મહેમાન, ક્યારે અને ક્યાં જોવું, જાણો સમગ્ર માહિતી
