સર્બિયા અને હંગરી રશિયાની ઉર્જા પર સૌથી વધુ નિર્ભર છે. આ કારણોસર આ દેશ અન્ય કરતા અલગ છે.
વિસ્ફોટકોથી ભરેલું બેગ મળતા ચકચાર
રાષ્ટ્રપતિ એલેકઝાન્ડર વુસિકે આ ઘટનાની માહિતી હંગરીના પીએમ ઓર્બનને આપી હતી. અને બાદમાં તેઓએ ઇમરજન્સી રક્ષા પરિષદની બેઠક બોલાવી હતી. સર્બિયાના રાષ્ટ્રપતિ એલેકઝાન્ડર વુસિકે કહ્યુ હતુ કે, હંગરીની સરહદ પાસે રશિયામાં ગેસ લઇ જનાર પાઇપલાઇન નજીકથી વિસ્ફોટકો ભરેલા બેગ મળી આવ્યા છે. સર્બિયા અને હંગરી, બન્ને પણ રશિયામાં ઉર્જા પુરી પાડવા માટે નિર્ભર છે. તેથી તેઓ અન્ય દેશ કરતા અલગ છે.
રાષ્ટ્રપતિ એલેકઝાન્ડર વુસિકની પ્રતિક્રિયા
રાષ્ટ્રપતિ એલેકઝાન્ડર વુસિકે જણાવ્યુ હતુ કે, આ બેગમાં ડેટોનેટર સાથે વિસ્ફોટકોના બે મોટા પેકેટ હતા. ઉત્તરી સર્બિયાના કાનજિજામાં ગેસ પાઇપલાઇનથી સો મીટરના અંતરે મળી આવ્યા હતા. આ મામલે પોલીસે તપાસ હાથ ધરી છે. આ ઉપરાંત હવાઇ નિરિક્ષણ પણ કરવામાં આવી રહ્યુ છે. રાષ્ટ્રપતિ એલેકઝાન્ડર વુસિકેએ વધુમાં કહ્યુ હતુ કે, તેઓએ હંગરીના પીએમ વિક્ટર ઓર્બનને ગેસ લાઇન પર હુમલાના પ્રયાસ અને મળી આવેલા વિસ્ફોટકો મામલે માહિતી આપી છે.
રશિયાના જીવાશમ ઇંધણો પર નિર્ભરતા
ઓર્બને કેટલીયવાર ફરિયાદ કરી છે કે, યૂક્રેને રશિયાના પાઇપલાઇનના માધ્યમથી તેલ સપ્લાઇ રોકી છે. જે યૂક્રેનના વિસ્તારમાંથી પસાર થાય છે. હંગરીના પીએમે જણાવ્યુ હતુ કે, મિડિલ ઇસ્ટમાં ચાલી રહેલા યુદ્ધના કારણે ગંભીર ઉર્જા સંકટ જોવા મળી રહ્યુ છે. જે દિવસેને દિવસે વિકટ બની રહ્યુ છે. તેઓએ માગ કરી છે કે, યૂરોપીય સંઘ રશિયાથી ઉર્જાના આયાત પર લાગેલા પ્રતિબંધ હટાવી લેશે. હંગેરીએ યૂરોપીય સંઘના પ્રતિબંધોમાંથી મળેલી છૂટનો ઉપયોગ કરીને પોતાની નિર્ભરતા વધારી છે.
આ પણ વાંચોઃ પશ્ચિમ બંગાળ ચૂંટણી માટે ભાજપની સ્ટાર પ્રચારકોની યાદી જાહેર
