અમેરિકાના વોશિંગ્ટન રાજ્યના સ્પોકેન કાઉન્ટીમાં જંગલની આગે ભયાનક સ્વરૂપ ધારણ કર્યું છે, જે સોમવાર સુધીમાં 8,000 એકરથી વધુ વિસ્તારમાં ફેલાઈ ચૂકી છે. ત્રણ અલગ-અલગ આગના એકસાથે લાગવાથી સર્જાયેલી આ મહા-આગના કારણે 600 થી વધુ ઇમારતો બળીને ખાખ થઈ ગઈ છે.
પ્રતિકૂળ વાતાવરણ અને તંત્રની જહેમત
સૂકું વાતાવરણ, તેજ પવન અને સૂકા ઘાસ-પાંદડાના કારણે આગ અત્યંત ઝડપથી પ્રસરી રહી છે. સોમવાર સુધી આગ પર 0% નિયંત્રણ (કન્ટેનમેન્ટ) હતું, જેના કારણે ફાયર ફાઇટર્સ અને પ્રશાસનને આગ બુઝાવવામાં ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.
