જગત જમાદાર અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ હમેશા તેમના અતરંગી નિર્ણયો માટે સમાચારમાં ચમકતા રહેતા હોય છે. ત્યારે ફરી એકવાર ડોનાલ્ડ ટ્રમ્પ તેમની કૂટ નીતિના કારણે યુક્રેનના રાષ્ટ્રપતિને તેમની નીતિઓ પર ખૂબ ગુસ્સો આવ્યો છે.
એક ઇંચ પણ જમીન નહીં આપીએ...
અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ કઈ દિશામાં કયારે વળી જાય એ ખરા અર્થમાં નક્કી કરી શકાય એમ નથી. રશિયાના લીડર સાથે માથાકૂટ થયા પછી ટ્રમ્પે જાહેરમાં યુક્રેનને સમર્થન આપ્યુ હતું અને ઝેલેન્સકીના પડખે ઊભા રહીને હથિયારો આપવા સુધીની ઉતાવળ દેખાડી હતી ત્યારે હવે અમેરિકાના પ્રમુખ ટ્રમ્પ અને રશિયાના લીડર પુતિનની મુલાકાતના સમાચાર વહેતા થતાં એ નક્કી નથી થાતું કે અમેરિકા કઈ બાજુ છે અને શું કરવા માંગે છે. આ સમાચારથી યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમીર ઝેલેન્સકીએ સ્પષ્ટ કહ્યું છે કે તેઓ એક ઇંચ પણ જમીન નહીં આપે.
પ્રસ્તાવિત બેઠક પર નિરાશા
યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમીર ઝેલેન્સકી પહેલા પણ ઘણીવાર કહી ચૂક્યા છે કે રશિયા અને યુક્રેન વચ્ચે છેલ્લા 3 વર્ષથી ચાલતા યુદ્ધ અંગે ક્યારેય પણ જો અમેરિકા શાંતિ કે વિચાર બેઠકનું આયોજન કરે તો સૌથી પહેલા તેને જાણ કરે પરંતુ અમેરિકન પ્રમુખના મનમાં કઈક અલગ રાજકારણ ચાલી રહ્યું હોય એવું લાગી રહ્યું છે. યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમીર ઝેલેન્સકીને બેઠકમાં સાથે રાખવાની વાત તો દૂર રહી ટ્રમ્પે ઝેલેન્સકીને આ પ્રસ્તાવિત બેઠક અંગે જાણ સુદ્ધાં કરી નથી અને આ વાતથી ઝેલેન્સકી ખૂબ નિરાશ થયા છે.
રશિયા ખોટું કામ કરી રહ્યું છે: ઝેલેન્સકી
ટ્રમ્પ-પુતિન વચ્ચે યોજાવા જઈ રહેલ પ્રસ્તાવિત બેઠક પહેલા ઝેલેન્સકીએ રશિયાના લીડર અને તેની યુદ્ધ નીતિને આડે હાથ લેતા આકરા શાબ્દિક પ્રહાર કર્યા હતા. ઝેલેન્સકીએ પુતિનને નિશાન બનાવતા કહ્યું કે યુદ્ધ દરમિયાન, અમને રશિયા સાથે રહેલા લોકો દ્વારા પણ ટેકો મળ્યો હતો, કારણ કે તેઓ જાણતા હતા કે પુતિન ખરાબ કામ કરી રહ્યા છે. ઝેલેન્સકીએ વધુમાં કહ્યું કે આ યુદ્ધની શરૂઆત રશિયાએ કરી હતી એટલે તેનો અંત પણ રશિયાએ કરવો જોઈએ.