જાપાની સંગઠન નિહો હિડાનક્યોને વર્ષ-2024નું નોબેલ શાંતિ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યું છે. આ સંગઠન હિરોશિમા અને નાગાસાકી પરમાણુ હુમલામાં બચી ગયેલા લોકોને સંભાળ કરે છે. આ સંગઠન એક એનજીઓ છે, જેનો પ્રયાસ વિશ્વમાં પરમાણુ હથિયારોથી મુક્ત કરાવાનો છે. આ માટે આ સંગઠન હિરોશિમા અને નાગાસાકી પરમાણુ હુમલાની ભયાનકતાનું ઉદાહરણ તરીકે વિશ્વની સામે રજૂ કરે છે અને આના માધ્યથી એ સમજાવાનો પ્રયાસ કરે છે.
ગયા વર્ષે ઈરાનની મહિલાને શાંતિ નોબેલથી સન્માનિત કરાયા હતા
ગત વર્ષે ઈરાનની સામાજિક કાર્યકર નરગિસ મોહમ્મદીને શાંતિનું નોબેલ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવી હતી. મોહમ્મદીએ ઈરાનમાં મહિલાઓના શોષણ વિરુદ્ધ લડાઈ લડે છે. અને તેઓના માનવાધિકારો તેમજ જીવન જીવવાની સ્વતંત્રતાની વકીલાત કરે છે. પોતાના આ પ્રયાસોથી તે ઈરાન સરકારના ટાર્ગેટ પર રહી છે અને હાલ તે જેલમાં બંધ છે. અમેરિકી રસાયણ શાસ્ત્ર લિનુસ કાર્લ રોલિંગ વિશ્વના એકમાત્ર એવા વ્યકિત છે જેને બેવાર નોબેલ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા છે. તેઓએ એકવાર કેમિસ્ટ્રીનું નોબેલ પ્રાઈઝ અને બીજીવાર શાંતિનું નોબેલ પુરસ્કાર મેળવી ચુક્યા છે.
જાપાની સંગઠનનું શું કામ છે
નિહોન હિડાનક્યોની સ્થાપના વર્ષ-1956માં થઈ હતી. તે જાપાનમાં અણુ બોમ્બ હુમલામાં બચી ગયેલા લોકોની સંભાળ રાખતી સૌથી મોટી અને સૌથી પ્રભાવશાળી સંસ્થા છે. તેનો ધ્યેય પરમાણુ શસ્ત્રોના વિનાશક પરિણામો વિશે વૈશ્વિક જાગૃતિ વધારવાનો છે અને આ સંગઠન લગભગ સાત દાયકાથી તેના મિશનને સફળતાપૂર્વક આગળ ધપાવે છે. વિશ્વભરમાં વ્યાપક સંઘર્ષ વચ્ચે, નોર્વેજીયન નોબેલ સમિતિએ કહ્યું કે આ એવોર્ડ 'પરમાણુ પ્રતિબંધ' ના ધોરણને જાળવી રાખવાનું પ્રતીક છે. નોબેલ કમિટીએ પોતાના નિવેદનમાં કહ્યું કે, 'માનવ ઈતિહાસમાં આ ક્ષણે પરમાણુ શસ્ત્રો શું છે તે યાદ અપાવવું જરૂરી છે.










