- ઉત્તર કોરિયાએ US અને દક્ષિણ કોરિયાને આપશે જડબાતોડ જવાબ
- માત્ર 50 પરમાણુ હથિયારો સુધી જ સીમિત છે ઉત્તર કોરિયા
- પરમાણુ હથિયારોની સંખ્યા વધારીને 100થી વધુ કરવાનો પ્રયાસ
ઉત્તર કોરિયા આવતા વર્ષે પણ અમેરિકા અને દક્ષિણ કોરિયા સામે પરમાણુ પરીક્ષણ ચાલુ રાખશે. તેમજ જો ઉત્તર કોરિયા પર પરમાણુ હુમલો થશે તો તે પણ પરમાણુ હથિયારોથી જડબાતોડ જવાબ આપવાની ફિરાકમાં છે.
મળતી માહિતી મુજબ ઉત્તર કોરિયાએ US અને દક્ષિણ કોરિયાને જડબાતોડ જવાબ આપવા માટે સેકન્ડ સ્ટ્રાઈક ક્ષમતા સુધારવા માટે પરમાણુ શસ્ત્રાગાર વધારવાનો પ્રયાસ કરશે. નિષ્ણાંતોના મતે ઉત્તર કોરિયા માત્ર 50 પરમાણુ હથિયારો સુધી જ સીમિત છે અને જો તેના પર પહેલો હુમલો કરવામાં આવશે તો તેની પાસે જવાબી કાર્યવાહી કરવાની ક્ષમતા નથી. પ્યોંગયાંગ તેના પરમાણુ હથિયારોની સંખ્યા વધારીને 100થી વધુ કરવાનો પ્રયાસ કરશે.













