• હમાસ- ઈઝરાયલ, રશિયા-યુક્રેન વચ્ચે વધુ એક યુદ્ધના એંધાણ
  • કિમ જોંગ ઉને પોતાના સૈન્યને યુદ્ધ ક્ષમતા ચકાસવા અને તૈયારીના આદેશ આપી દીધા
  • ઉત્તર કોરિયાના તાનાશાહે સૈન્ય સ્થળની મુલાકાત લીધા


રશિયા અને યુક્રેન તેમજ ઈઝરાયલ-હમાસ યુદ્ધ વચ્ચે દુનિયા પર વધુ એક યુદ્ધના ખતરાના એંધાણ છે. આ ખતરાને ખુદ ઉત્તર કોરિયાના તાનાશાહ કિમ જોંગે જાણે અનુભવ કરી લીધો હોય તેમ અમેરિકા અને દક્ષિણ કોરિયાથી યુદ્ધના ખતરો હોવાનું જાણી કિમ જોંગે આ દેશો સામે પોતાની સેનાને યુદ્ધની ક્ષમતાઓને મજબૂત કરવા કહ્યું છે.

મળતી માહિતી અનુસાર, ઉત્તર કોરિયાના નેતા કિમ જોંગ ઉને અમેરિકા અને દક્ષિણ કોરિયા સામે યુદ્ધ ક્ષમતાને વધુ મજબૂત કરવાની અપીલ કરી છે. આ અંગેની તમામ જાણકારી સરકારી મીડિયામાં પણ આપી હતી. આ અગાઉ ઉત્તર કોરિયાએ અમેરિકા અને દક્ષિણ કોરિયાના સંયુક્ત સઘન ટ્રેનિંગના જવાબમાં કાર્યવાહી કરવાની ધમકી આપી હતી.

ઉત્તર કોરિયાના શાસકે સૈન્ય અડ્ડાની મુલાકાત લીધી

ઉત્તર કોરિયાના તાનાશાહ કિમ જોંગે બુધવારે સૈન્ય સ્થળની મુલાકાત કરી હતી. અને કહ્યું કે સૈન્યને યુદ્ધની તૈયારીઓ માટે પોતાની ક્ષમતાઓમાં ઝડપથી સુધારો લાવવો જોઈએ. વાસ્તવિક ભારે અભ્યાસ તેજ કરવો જોઈએ. કિમે કહ્યું કે દુશ્મનો સતત ખતરાને ભારે તાકાતથી કંટ્રોલ કરવા ખૂબ તૈયારીની જરૂરિયાત છે.

કિમે સૈન્ય યુનિટને જંગી અભ્યાસ માટે નિર્દેશ આપ્યા

જો કે આ અંગે વિસ્તારથી જાણકારી સામે નથી આવી. કિમે આ નિવેદન બે દિવસ પહેલા મંગળવારે અમેરિકા અને દક્ષિણ કોરિયાના સંયુક્ત સૈન્ય અભ્યાસના વિરુદ્ધ હુમલાના કાવતરું ગણાવતા કહ્યું હતું. તે વળતો જવાબ આપવામાં પાછળ નહિ હટે.

દક્ષિણ કોરિયા અને અમેરિકાના યુદ્ધનો અભ્યાસ યથાવત્

દક્ષિણ કોરિયા અને અમેરિકાની સૈન્યએ ફ્રીડમ શિલ્ડ નામના એક કમ્યૂટર સિમ્યુલેટેડ કમાન્ડ પોસ્ટ અને યુદ્ધ ક્ષેત્રમાં ટ્રેનિંગ માટે 11 દિવસનો અભ્યાસ શરૂ કર્યો છે. મળતી માહિતી અનુસાર એક નિવેદનમાં ઉત્તર કોરિયાના સંરક્ષણ મંત્રાલયે જણાવ્યું કે તે એક સાર્વભૌમ રાષ્ટ્ર માટે સૈન્ય ખતરો પેદા કરવાના કાવતરા માટે અમેરિકા અને દક્ષિણ કોરિયાના સંયુક્ત સૈન્ય અભિયાસને વખોડી નાખે છે. સમય મળ્યે આનો વળતો જવાબ આપવામાં આવશે.

  • Follow us on: