- જાપાનની કેમિકલ મેન્યુફેક્ચરિંગ કંપની ગાયના છાણમાંથી બનાવશે બાયોમિથેન
- વૈજ્ઞાનિકોએ રોકેટનું ઈંધણ બનાવવા માટે શરૂ કર્યો પ્રયોગ
- બાયોમિથેનના જથ્થાને રોકેટ ઇંધણ તરીકે ઉપયોગ કરવામાં આવશે
જાપાની કેમિકલ મેન્યુફેક્ચરિંગ કંપની ગાયના છાણમાંથી બાયોમિથેન બનાવાની પ્રયોગ કરવામાં આવી રહી છે. જેનો ઉપયોગ રોકેટ બળતણ તરીકે કરવામાં આવશે. આ પછી ગાયના છાણના નિકાલ અંગે સમસ્યાનો સામનો કરી રહેલા ડેરી ખેડૂતોને મહત્તમ રાહત મળશે.
ગાયના છાણમાંથી બાયોમિથેન બનાવવાની યોજના
સામાન્યરીતે ગાયના છાણ અને ગૌમૂત્રના અનેક ઉપયોગો થતા હોય છે. વૈજ્ઞાનિકો હવે નવું સંશોધન કરી રહ્યા છે. વૈજ્ઞાનિકો રોકેટનું ઈંધણ બનાવવાની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. એક જાપાની કેમિકલ મેન્યુફેક્ચરિંગ કંપની ગાયના મળમૂત્રમાંથી પ્રવાહી બાયોમિથેન બનાવવાની યોજના બનાવી રહ્યા છે, જેનો ઉપયોગ રોકેટ ઇંધણ તરીકે કરવામાં આવશે. આ પછી ગાયના છાણના નિકાલ અંગે સમસ્યાનો સામનો કરી રહેલા ડેરી ખેડૂતોને મહત્તમ રાહત આપવામાં આવશે તેવું સ્થાનિક તંત્ર દ્વારા સૂચનાઓ પણ આપવામાં આવી છે.
વૈજ્ઞાનિકોએ રોકેટનું ઈંધણ બનાવવા માટે શરૂ કર્યો પ્રયોગ
મળતી માહિતી મુજબ આગામી પાનખર સીઝન દરમિયાન પ્રાયોગિક પરીક્ષણ શરૂ કરવાની યોજના ધરાવે છે. પ્રવાહી થતાની સાથે બાયોમિથેનનો ઉપયોગ જાપાનના ઉત્તરીય ટાપુ હોક્કાઇડો પર મુખ્ય મથક ધરાવતી જાપાની સ્પેસ સ્ટાર્ટઅપ ફર્મ ઇન્ટરસ્ટેલર ટેક્નોલોજીસ દ્વારા બનાવવામાં આવેલા રોકેટમાં કરવામાં આવશે. એર વોટર ઇન્ક. 2021 થી હોક્કાઇડો ટાપુ પર પ્રવાહી બાયોમિથેનના ઉત્પાદનમાં સક્રિયપણે રોકાયેલ છે . આ પ્રક્રિયામાં તાઈકી શહેરમાં એક ડેરી ફાર્મ પર સ્થિત ખાસ પ્લાન્ટમાં છાણ અને ગૌમુત્રના મિશ્રણ કરવામાં આવશે. ત્યારબાદ, પ્લાન્ટમાં ઉત્પાદિત બાયોગેસને ઓબિહિરો સ્થિત ફેક્ટરીમાં લઈ જવામાં આવે છે.
ખેડૂતો માટે એક ક્રાંતિ
ફેક્ટરીની અંદર, ઉત્પાદનમાંથી મિથેનને અલગ કરવા માટે સાવચેતીપૂર્વક કાર્યવાહી કરવામાં આવે છે. આ પછી, તેને પ્રવાહી બાયોમિથેનમાં રૂપાંતરિત કરવા માટે ઠંડકની પ્રક્રિયા થાય છે. આ પહેલ ડેરી ખેડૂતો માટે કચરાના વ્યવસ્થાપન અને એરોસ્પેસ ક્ષેત્રમાં નવીનીકરણીય ઇંધણનો ઉપયોગ બંનેમાં ક્રાંતિ લાવવાની ક્ષમતા ધરાવે છે.