- માત્ર 34 વર્ષના બ્રિટનના ભારેખમ જેસન હોલ્ટનનું ઓર્ગન ફેલિયોર થવાથી મોત
- એક અઠવાડિયા પછી જેસન હોલ્ટનનો બર્થ-ડે હતો તેની પહેલા મોત થયું
- તબીબોના સઘન પ્રયાસો છતાં જેસનને ન બચાવી શકાયો
બ્રિટનના સૌથી વજનદાર વ્યક્તિ જેસન હોલ્ટનનું તેના 34માં જન્મદિવસના એક અઠવાડિયા પહેલા જ અવસાન થયું છે. તેની માતા લીસાએ જણાવ્યું કે, છ ફાયર બ્રિગેડની મદદથી પુત્રને વિશેષ એમ્બ્યુલન્સ દ્વારા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો. તેની રોયલ સરે કાઉન્ટી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી. અત્યાર સુધીમાં તેને આઠ વખત હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. જો કે દરેક વખતે ડોક્ટરોએ તેને બચાવ્યો. આમછતાં આ વખતે પણ એમ લાગતું હતું કે તેનો જીવ બચી જશે, પરંતુ એવું ન થઈ શક્યું. આ અંગેની જાણકારી જેસનની માતાએ આપી હતી.
જેસન હોલ્ટનને વર્ષ 2015માં હેવીસ્ટ મેનનો ખિતાબ આપવામાં આવ્યો હતો. સ્થૂળતાને કારણે તેને આરોગ્ય સંબંધિત ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડ્યો હતો. હોસ્પિટલમાં દાખલ થવા દરમિયાન, જેસનને કિડની ડાયાલિસિસ અને IV ડ્રિપ પર મૂકવામાં આવ્યો હતો.
બ્રિટનનો સૌથી વજનદાર માણસ જેસન હોલ્ટન
બ્રિટનના સૌથી વજનદાર વ્યક્તિ તરીકે પોતાની ઓળખ બનાવનાર જેસન હોલ્ટનનું 4 મેના રોજ અવસાન થયું હતું. ડોક્ટરોએ જણાવ્યું કે જેસનના શરીરના ઘણા અંગો ફેલ થઈ ગયા હતા, ઘણા પ્રયત્નો છતાં તેને બચાવી શકાયો ન હતો. જેસન માત્ર 33 વર્ષનો હતો. માત્ર એક અઠવાડિયા પછી, જેસન તેનો 34મો જન્મદિવસ ઉજવવાનો હતો. જેસનનું વજન 317 કિલો હતું.
જેસન રોયલને સરે કાઉન્ટી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતો. જો કે તેને 6 ફાયર ફાઈટરની મદદથી તે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જેસનની માતા લિસાએ હોસ્પિટલમાં તેની સંભાળ લીધી. ડૉક્ટરોએ એક અઠવાડિયા પહેલા જ જેસનને કહ્યું હતું કે તે મરી જશે. લિસાએ જણાવ્યું કે જેસનની કિડનીએ સંપૂર્ણ રીતે કામ કરવાનું બંધ કરી દીધું હતું, ત્યારપછી તેની તબિયત દિવસેને દિવસે વધુ ગંભીર બનવા લાગી હતી.
7 કલાકમાં ફ્લેટમાંથી બહાર કાઢવામાં આવ્યો હતો
શરીરની વધુ પડતી ચરબીના કારણે જેસનના અંગોએ કામ કરવાનું બંધ કરી દીધું હતું. જેસનને કિડની ડાયાલિસિસ અને IV ડ્રિપ પર મૂકવામાં આવ્યા હતા, પરંતુ તેમ છતાં, તેના તમામ અંગો ધીમે ધીમે નિષ્ફળ ગયા હતા. જેસન સામાન્ય માણસ કરતાં 4 ગણો વધારે એટલે કે એક દિવસમાં 10,000 કેલરી ખાતો હતો. વર્ષ 2022માં જેસનને ઘણી વખત બ્રેઈન સ્ટ્રોક અને લોહી ગંઠાઈ જવાનો સામનો કરવો પડ્યો હતો. તેવી જ રીતે, તે વર્ષ 2020 માં પડી ગયો હતો, તે સમયે 30થી વધુ ફાયરમેન અને એન્જિનિયરોની ટીમે મળીને લગભગ 7 કલાકની મહેનત બાદ તેને ક્રેનની મદદથી એપાર્ટમેન્ટના ત્રીજા માળેથી એરલિફ્ટ કરી હતી.
માનસિક સ્થિતિને કારણે ખાવાનું શરૂ કર્યું
જેસનની સારસંભાળ પાછળ લાખો અને કરોડોનો ખર્ચ કરવામાં આવ્યો હતો. જેસને તેના પિતાના મૃત્યુ પછી વધુ ખાવાનું શરૂ કર્યું હતું તેણે કહ્યું કે ખરાબ માનસિક સ્વાસ્થ્યના કારણે તેણે વધુ ખાવાનું શરૂ કર્યું હતું. જેસન માત્ર 3 વર્ષનો હતો ત્યારે તેના પિતાનું અવસાન થયું, જેની તેની માનસિક સ્થિતિ પર ઊંડી અસર પડી. તેના ભારે શરીરના કારણે તે લગભગ 8 વર્ષથી ઘરમાં બંધ હતો. 2015 માં કાર્લ થોમ્પસનના મૃત્યુ પછી, જેસનને બ્રિટનના સૌથી ભારે માણસનો ખિતાબ મળ્યો. ડોકટરોએ તેને ઘણી વખત વજન ઉતારવાનું કહ્યું હતું અને ચેતવણી પણ આપી હતી. પરંતુ એવું નહોતું થઈ શક્યું.













