લેબેનોનની રાજધાની બેરુતમાં મંગળવારે એકસાથે અને એક સમયે ઘણા સ્થળે વિસ્ફોટ થયા હતા. આના લીધે શહેરમાં ભારે નાસભાગ મચી ગઈ હતી. આ શ્રેણીબદ્ધ વિસ્ફોટમાં ત્રણ હજાર કરતાં વધુ લોકો ઈજાગ્રસ્ત થયા હતા, જ્યારે અત્યાર સુધી કુલ 11 લોકોનાં મોત થઈ ચુક્યા છે. આટલી મોટી સંખ્યામાં વિસ્ફોટ પછી માર્ગો. ઘર અને દુકાનોમાં ચીસો અને દોડધામ થવા લાગી હતી. વિસ્ફોટનો અવાજ સાંભળી બધા ચોંકી ગયા હતા. જોતજોતામાં હોસ્પિટલમાં ઈજાગ્રસ્તોના સારવાર માટે ભીડ એકઠી થવા લાગી હતી. 



પેજર્સને હેક કરી બેટરીમાં કરાયો વિસ્ફોટ

આ શ્રેણીબદ્ધ વિસ્ફોટો બાદ પ્રાથમિક જાણકારીમાં જાણવા મળ્યા પ્રમાણે લેબેનોનમાં હિઝબુલ્લાના લડવૈયાઓના પેજર્સને હેક કરી તેની બેટરીમાં રિપોટ વિસ્ફોટ કરાયો છે. જેથી સમગ્ર લેબેનોનમાં એકસાથે હજારો પેજર્સ ફાટયા. જેના લીધે આખા શહેરમાં ડરનો માહોલ થઈ ગયો હતો. લોકો પોતાના સ્વજનોના ખબર-અતર જાણવા આમથી તેમ ભટકવાં લાગ્યાં હતાં.

પેજરનો ઉપયોગ હિઝબુલ્લાના લોકો કરતા

વિસ્ફોટો પહેલા કોઈના હાથમાં પેજર હતું તો કોઈએ ખિસ્સામાં રાખ્યું હતું. કોઈના પર્સમાં પેજર રાખવામાં આવ્યું હતું. તે કોઈની બેગમાં રાખવામાં આવી હતી. જ્યાં પેજર રાખવામાં આવ્યું હતું ત્યાં ધડાકો થયો હતો. બ્લાસ્ટ કરવામાં આવેલા મોટાભાગના પેજર હિઝબુલ્લાહ સંગઠનના લોકો દ્વારા વહન કરવામાં આવ્યા હતા.

આ વિસ્ફોટોમાં ઈઝરાયેલનો હાથ હોવાની શંકા છે

તે જાણીતું છે કે ઇઝરાયેલ હિઝબુલ્લાહ સામે લડી રહ્યું છે. એટલા માટે હિઝબુલ્લાએ આ હુમલામાં ઈઝરાયેલની સંડોવણીની આશંકા વ્યક્ત કરી છે. લેબનોનમાં થયેલા આ શ્રેણીબદ્ધ વિસ્ફોટોને લઈને હજુ સુધી ઈઝરાયેલ તરફથી કોઈ નિવેદન આવ્યું નથી.

લેબેનોનના કમ્યુનિકેશન નેટવર્કને ઈઝરાયલે હેક કર્યું. હિઝબુલ્લાને શંકા હતી કે તેના કમ્યુનિકેશન નેટવર્કના કેટલાક લોકોને ઈઝરાયલે ખરીદી લીધા છે. ત્યારબાદ આ સંગઠને ઈન્ટરનલ કમ્યુનિકેશન માટે મોબાઈલને પ્રતિબંધ મૂકી દીધો હતો. બાદમાં તેને સભ્યોને પેજરથી કમ્યુનિકેશન કરલાનું જણાવ્યું હતું.

માલવેરની મદદથી પેજરમાં કરાયો વિસ્ફોટ

હવે હિઝબુલ્લાને શંકા છે કે ઈઝરાયલે કોઈ માલવેરની મદદથી તેના પેજરમાં વિસ્ફોટ કરાવ્યા છે. મહત્ત્વની વાત તો એ છે કે લેબેનોનમાં જ નહિ સીરિયામાં પણ હિઝબુલ્લાના લોગો આ વિસ્ફોટમાં ઈજાગ્રસ્ત થયા છે. લેબેનોનમાં ઈરાનના રાજદૂત પણ ઘાયલ થયા છે. લેબેનોનના હોસ્પિટલમાં આ વિસ્ફોટમાં ઈજાગ્રસ્ત લોકોની ઊભરાયા છે. હિઝબુલ્લાના લોકોએ રક્તદાન કરવાની અપીલ કરી હતી.

  • Follow us on: