અફઘાનિસ્તાનમાં તાલિબાનના આગમન થયાને ત્રણ વર્ષ પછી પાકિસ્તાને માન્યું કે, તાલિબાનના પરત આગમનમાં પાકિસ્તાને તાલિબાનને મદદ કરી છે. પાકિસ્તાનના સંરક્ષણ મંત્રી ખ્વાજા આસિફ અને વિદેશ મંત્રી ઈશ્હાક ડારે પોતાના બ્રિટન પ્રવાસ પર જણાવ્યું કે, આઈએસઆઈ પ્રમુક જનરલ ફૈઝ હમીદની અફઘાનિસ્તાન યાત્રા પાકિસ્તાનને ખૂબ ભારે પડી. તેઓએ જણાવ્યું કે, આઈએસઆઈ પ્રમુખની કાબૂલમાં ચાર ચાયની ચુસ્કી પાકિસ્તાન માટે મોંઘી સાબિત થઈ છે.
બલૂચિસ્તાનમાં આતંકવાદ ઈમરાનની નીતિનું પરિણામ
પાકિસ્તાનમાં આવેલા બલૂચિસ્તાનમાં થઈ રહેલી આતંકવાદી ઘટનાઓ માટે પાકિસ્તાનની આજની સ્થિતિ માટે ઈશ્હાક ડારે ઈમરાન ખાસનની સરકારને જવાબદાર ઠેરવી છે. ઈશ્હાક ડારે બ્રિટનમાં એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન પાકિસ્તાનની સુરક્ષાને લઈ પૂર્વ સરકાર અને તેના ચીફ ઈમરાન ખાનને આડેહાથ લીધા હતા.
ડારે મીડિયાને જણાવ્યું કે, તાલિબાન પરત આવ્યા પછી એવા આશરે 100 આતંકવાદીઓને જેલમાંથી છોડી મૂકવામાં આવ્યા, જે પાકિસ્તાનમાં અનેક આતંકવાદી હુમલાઓ માટે જવાબદાર હતા. આ તમામ આતંકવાદીઓ મુક્ત થયા પછી ફરીથી પાકિસ્તાનમાં હુમલા શરૂ કરી દીધા છે.
ખ્વાજા આસિફના જણાવ્યા અનુસાર, જનરલ હમીદને તાલિબાનની પીછેહઠને સરળ બનાવવા માટે અફઘાનિસ્તાન મોકલવામાં આવ્યા હતા, જેથી ભવિષ્યમાં જો જરૂર પડે તો પાકિસ્તાન સશસ્ત્ર સમર્થન માટે તાલિબાન પર આધાર રાખે, પરંતુ તે પાકિસ્તાન માટે મોંઘુ સાબિત થયું. હાલમાં અફઘાન સરકાર અને પાકિસ્તાન સરકાર વચ્ચેના સંબંધો બગડી રહ્યા છે અને પાકિસ્તાન વારંવાર આરોપ લગાવી રહ્યું છે કે પાકિસ્તાનમાં આતંકવાદ ફેલાવવા માટે અફઘાન જમીનનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.
પાકિસ્તાને મોટી ભૂલ કરી છે
તાલિબાનની પીછેહઠ બાદ પાકિસ્તાનમાં ઉજવણી કરવામાં આવી હતી. તત્કાલીન ઈમરાન સરકારે પોતાના ઘણા અધિકારીઓને તાલિબાન નેતાઓને મળવા કાબુલ મોકલ્યા હતા. તાલિબાન સત્તામાં આવ્યા બાદથી પાકિસ્તાનમાં આતંકવાદી ઘટનાઓમાં વધારો થયો છે અને દરરોજ થતા વિસ્ફોટોમાં અનેક નાગરિકોના મોત થયા છે. પાકિસ્તાન આ ઘટનાઓ માટે અફઘાનિસ્તાનને જવાબદાર ઠેરવી રહ્યું છે, જ્યારે અફઘાન શરણાર્થીઓને પાછા મોકલવાના પાકિસ્તાનના નિર્ણય બાદ બંને સરકારો વચ્ચે તણાવ વધુ વધી ગયો છે.
આર્થિક સ્થિતિ માટે ઈમરાન સરકાર જવાબદાર
તેમને વધુમાં જણાવ્યું કે, સરકારના ખરાબ શાસનને લીધે પાકિસ્તાનની વૈશ્વિક આર્થિક રેકિંગમાં ઘટાડો આવ્યો છે. ડારે જણાવ્યું કે વર્ષ-2017 સુધી પાકિસ્તા વિશ્વની 24મી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની ગઈ હતી. વર્ષ-2018 પછી ઈમરાન સરકારના શાસનને લીધે વર્ષ-2022 સુધી અમારું રેંકિંગ ઘટીને 47માં ક્રમે ધકેલાઈ ગયું છે.










