• પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનની પીટીઆઈ પાકિસ્તાનની સૌથી મોટી પાર્ટી બની જશે
  • પાકિસ્તાનની સુપ્રીમ કોર્ટના ચુકાદાથી પીટીઆઈના કાર્યકરોમાં ઉજવણીનો માહોલ
  • હાઈકોર્ટના ચુકાદાના વિરોધમાં પીટીઆઈના ટેકેદારો અરજી કરી હતી


પાડોશી દેશ પાકિસ્તાનની સુપ્રીમ કોર્ટના એક મહત્ત્વના ચુકાદાથી સત્તામાં રહેલી ગઠબંધન સરકારને મોટો આંચકો લાગ્યો છે. જો કે પૂર્વ પીએમ ઈમરાન ખાનની આગેવાની ધરાવતી પાકિસ્તાન તહેરિક-એ-ઈન્સાફ પાર્ટીને મોટી જીત મળી છે. પાકિસ્તાનની સુપ્રીમ કોર્ટે શુક્રવારે ઈમરાન ખાનની પીટીઆઈ પાર્ટીને મહિલાઓ અને લઘુમતીઓ માટે અનામત બેઠકો માટે પાત્ર જાહેર કરી છે. આ ચુકાદાથી પીટીઆઈના કાર્યકરોમાં ઉજવણીનો માહોલ છે.

પીટીઆઈના ટેકેદારો અરજી કરી હતી

ગત માર્ચમાં સુન્ની ઈત્તેહાદ કાઉન્સિલે એક અરજી સુપ્રીમમાં કરી હતી. જેમાં એવી માંગ કરવામાં આવી કે મહિલાઓ અને લઘુમતીઓ માટે 77 બેઠકો જે મૂળ રીતે આઠ ફેબ્રુઆરીએ યોજાયેલા ચૂંટણી પછી પીએમ શાહબાઝ શરીફના સત્તારૂઠ ગઠબંધનને ફાળવવામાં આવી હતી. તેઓએ ગઠબંધનને ફરીથી ફાળવવામાં આવી. જો કે પેશાવર હાઈકોર્ટે અને પાકિસ્તાન ચૂંટણી પંચ બંનેએ જુદાજુદા ચુકાદામાં કાઉન્સિલની અપીલ ફગાવી દીધી અને આને અનામત સીટો માટે અયોગ્ય જાહેર કરી દીધી હતી.

ચુકાદા વિરુદ્ધ એપ્રિલમાં કાઉન્સિલે સુપ્રીમ સમક્ષ એક અરજી કરી હતી. જેમાં પાર્ટી પ્રમુખે એવી રજૂઆત કરી કે હાઈકોર્ટના ચુકાદાને રદ્દ કરવાની માંગ કરાઈ હતી. આ અરજીમાં હાઈકોર્ટના ચુકાદાને રદ્દ કરવાની માંગ કરવામાં આવી હતી. ત્યારબાદ સુપ્રીમ કોર્ટ તરફથી છ મેના રોજ 14 માર્ચે આપેલા ચુકાદાની સાથે એક માર્ચના ચૂંટણી પંચના એ ચુકાદાને રદ્દ કર્યો જેમાં એસઆઈસીને મહિલા અને લઘુમતીઓ માટે અનામત બેઠકોથી વંચિત કરી દેવામાં આવ્યા હતા.

પાકિસ્તાન સુપ્રીમ કોર્ટે હાઈકોર્ટના ચુકાદાને બદલી નાંખ્યો

જ્યારે પાકિસ્તાનના એટોર્ની જનરલે આ અંગે જણાવતા કહ્યું કે સુપ્રીમ કોર્ટ એક્ટ-2023ની કલમ-4 હેઠળ વર્તમાન કેસોની સનાવણી એક મોટી બેંચ દ્વારા કરવી જોઈએ. તો સુપ્રીમ કોર્ટે વર્માન અરજીઓને ત્રણ જજોની સમિતિની સામે રાખવાનો આદેશ આપ્યો હતો. જે એક મોટી બેંચને ફરી રચી શકે છે.

ત્યારબાદ પાકિસ્તાન ચૂંટણી પંચે એ બેઠકો પર ચૂંટાયેલા રાષ્ટ્રીય અને પ્રાંતિય વિધાનસભાઓના 77 સભ્યોની જીતની નોટિફિકેશન રદ્દ કરી દીધી હતી. પરંતુ વડી અદાલતે હવે શુક્રવારે પોતાના ચુકાદામાં હાઈકોર્ટના ચુકાદાને રદ્દ કરી દીધો છે. ઉપરાંત ચૂંટણી પંચના નિર્ણયને પણ અમાન્ય જાહેર કરતા કહ્યું કે આને પાકિસ્તાનના બંધારણ વિરુદ્ધ છે. એવું જાહેર કરાયું હતું.

શાહબાઝ શરીફ ગઠબંધન હજી બહુમતથી દૂર

બરતરફ સાંસદોમાં PML-Nના 44, પીપીપીના 15, જેયુઆઈ-એફના 13, પીએમએલ-ક્યૂ, આઈપીપી, પીટીઆઈ-પી, અને એએનપીના એક-એક સાંસદ સામેલ છે. હવે નવા ચુકાદા પછી સત્તામાં રહેલી ગઠબંધન સાંસદે નીચલા ગૃહમાં બે તૃતિયાંશ બહુમત ગુમાવી દીધો છે, અને આની સંખ્યા 228થી ઘટી 209 રહી ગઈ છે જ્યારે 336 સભ્યો ધરાવતા બે તૃતીયાંશ બહુમત મેળવવા જાદુઈ આંકડો 224 છે.