• ક્ષેત્રમાં વધતા તણાવથી અમે ચિંતિત છીએ : મેથ્યુ મિલર

  • અમે વાતો કરી છે અને અમારું તેના પર પૂરતું ધ્યાન છે : મેથ્યુ મિલર
  • પાકિસ્તાને ગુરુવારે ઈરાન સામે જવાબી કાર્યવાહી કરી હતી

પાકિસ્તાને ગુરુવારે ઈરાન સામે જવાબી કાર્યવાહી કરી હતી. પાકિસ્તાને ઈરાન સિસ્તાન-બલૂચિસ્તાનમાં આતંકવાદી થાણાંઓ પર ડ્રોન અને મિસાઇલથી સૈન્ય હુમલો કર્યો હતો, જેમાં નવ લોકોનાં મૃત્યુ થયાં હતાં. આ હુમલા બાબત એવું માનવામાં આવી રહ્યું છે કે, હુમલા કરતાં પહેલાં પાકિસ્તાને અમેરિકા સાથે ચર્ચાવિચારણા કરી હતી અને સલાહ માગી હતી. આ બાબતે અમેરિકાને સવાલ પુછાતાં તેણે મૌન રહેવું પસંદ કર્યું હતું.

ગુરુવારે અમેરિકાની બાઇડેન સરકારને પૂછવામાં આવ્યું હતું કે, શું પાકિસ્તાને ઈરાન પર જવાબી હુમલા કર્યા તે પહેલાં વોશિંગ્ટન સાથે વાતચીત કરી હતી? ત્યારે અમેરિકાના વિદેશ વિભાગના પ્રવક્તા મેથ્યુ મિલરે નિયમિત પ્રેસ બ્રીફિંગમાં કહ્યું, મારી પાસે ખાનગી વાત કરવા માટે કશું નથી. મિલરે કહ્યું કે અમેરિકા ક્ષેત્રમાં વધતા જતા તણાવ બાબતે ચિંતિત છે. તેમણે બધા પક્ષોને સંયમથી વર્તવાની અપીલ કરી હતી.

ઉલ્લેખનીય છે કે આની પહેલાં ઈરાને બલૂચિસ્તાનમાં મિસાઇલ હુમલો કર્યો હતો. તેને ધ્યાનમાં રાખીને પાકિસ્તાને ઈરાનમાંના પોતાના રાજદૂતને પાછા બોલાવી લીધા હતા અને બધી જ પૂર્વનિર્ધારિત ઉચ્ચસ્તરીય દ્વિપક્ષીય પ્રવાસો સસ્પેન્ડ કરી દીધી હતી. પાકિસ્તાનના વિદેશ મંત્રાલયે ગુરુવારે એક નિવેદનમાં કહ્યું કે, આજે સવારે પાકિસ્તાને ઈરાનના સિસ્તાન-બલૂચિસ્તાન રાજ્યમાં આતંકવાદી થાણાંઓને નિશાન બનાવીને સૈન્ય હુમલા કર્યા હતા. તેમણે કહ્યું કે ગુપ્ત માહિતીના આધારે કરાયેલી આ કાર્યવાહીમાં ઘણા આતંકવાદીઓ મૃત્યુ પામ્યા હતા. આ અભિયાનનું કોડનેમ માર્ગ બાર સરમાચર હતું. ફારસી ભાષામાં માર્ગ બારનો અર્થ મૃત્યુ અને બલૂચ ભાષામાં સરમાચરનો અર્થ ગેરિલા છે.

અમેરિકાએ શું કહ્યું?

જોકે, અમેરિકન અધિકારીએ કહ્યું કે હાલ, આ બાબતને વધારવાની કશી જરૂર નથી. જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે અમેરિકન સરકાર ઈરાન અને પાકિસ્તાન વચ્ચેની હાલની સ્થિતિને કઈ રીતે જુએ છે? ત્યારે મેથ્યુ મિલરે કહ્યું કે, અમે ક્ષેત્રમાં વધતા તણાવ માટે ચિંતિત છીએ. અમે તે વિશે ઘણી વાર વાત કરી છે અને તેના પર અમારું પૂરતું ધ્યાન છે. અમે સાતમી ઓક્ટોબરથી તણાવ વધવાની આશંકાથી ખૂબ ચિંતિત છીએ.


  • Follow us on: