પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વા પ્રાંતમાં સોમવારે શાંતિ સમિતિના કાર્યાલયમાં મોટો વિસ્ફોટ થયો છે. આ શક્તિશાળી બોમ્બ વિસ્ફોટમાં 7 લોકોના મોત થયા છે અને 9 લોકો ઘાયલ થયા છે. આ વિસ્ફોટ દક્ષિણ વજિરિસ્તાન જિલ્લાના મુખ્ય મથક વાનામાં સ્થાનિક શાંતિ સમિતિના કાર્યાલયમાં થયો હતો. જો કે હજુ સુધી કોઈ જૂથે વિસ્ફોટની જવાબદારી સ્વીકારી નથી.
કાટમાળની નીચે ફસાયેલા ઘાયલોને બચાવવાની કામગીરી શરૂ













