• આતંકીના નિશાનમાં આવ્યું પાકિસ્તાન
  • પોલીસ અને આતંકવાદી વચ્ચે અંધાધૂનિ ફાયરિંગ
  • ઘર્ષણમાં ધોરણ-8માં અભ્યાસ કરતા 2 વિદ્યાર્થીઓના મોત

પાકિસ્તાનના તંગદિલીભર્યા ખૈબર પખ્તુનખ્વા પ્રાંતમાં સર્ચ ઓપરેશન દરમિયાન પોલીસ અને આતંકવાદી વચ્ચે થયેલા ગોળીબારમાં 2 શાળાના વિદ્યાર્થીઓના મોત થયા હોવાની ઘટના સામે આવી છે. સ્થાનિક તંત્ર દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે.

પોલીસ અને આતંકવાદી વચ્ચે અંધાધૂનિ ફાયરિંગ

મળતી માહિતી મુજબ પાકિસ્તાનના ટેંક જિલ્લાના કોટ આઝમ વિસ્તારમાં બાતમીના આધારે પોલીસે સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. તે દરમિયાન ગોળીબારમાં એક આતંકવાદીને ઠાર કરવામાં આવ્યો હતો. સમગ્ર ઘટનાને પગલે પોલીસે જણાવ્યું હતું કે, બંને તરફથી ગોળીબાર દરમિયાન ધોરણ-8માં અભ્યાસ કરતા 2 વિદ્યાર્થીઓના પણ મોત થયા હતા. વધુમાં પોલીસે જણાવ્યું કે માર્યા ગયેલા આતંકવાદીઓના કબજામાંથી બંદૂકો, દારૂગોળો, બે હેન્ડ ગ્રેનેડ અને એક મોટરસાઇકલ મળી આવતા સ્થાનિક પોલીસ દ્વારા કબ્જે કરવામાં આવ્યા છે.

આતંકીના નિશાનમાં આવ્યું પાકિસ્તાન

પાકિસ્તાન પર અવાર-નવાર હુમલાઓ થઇ રહ્યા છે. અગાઉ તહરીક-એ-તાલિબાન પાકિસ્તાન (TTP) અને અન્ય આતંકવાદી સંગઠનોએ પાકિસ્તાનમાં સુરક્ષા દળો પર હુમલાઓ તેજ કર્યા છે અને ઉગ્રવાદીઓ અને અલગતાવાદી જૂથો દ્વારા આતંકવાદી પ્રવૃત્તિઓમાં નોંધપાત્ર વધારો થયો છે. આ ઘટનાઓ વચ્ચે સુરક્ષા દળો અને સ્થાનિક પોલીસે પણ આતંકવાદીઓ વિરુદ્ધ કાર્યવાહી તેજ કરી છે.

પાકિસ્તાનમાં અનેકવાર કરાયો આતંકી હુમલો

બુધવારે ખૈબર પખ્તુનખ્વા પ્રાંતમાં ચાર અલગ-અલગ આતંકવાદી ઘટનાઓમાં બે સૈનિકો સહિત નવ લોકો માર્યા ગયા હતા અને અન્ય ઘણા લોકો ઘાયલ થયા હતા. અન્ય પ્રાંત, બલૂચિસ્તાનમાં, સુરક્ષા દળોએ પણ ગુરુવારે એક એન્કાઉન્ટરમાં ઓછામાં ઓછા ચાર આતંકવાદીઓને ઠાર કર્યા અને ઓપરેશન દરમિયાન પિસ્તોલ, ગ્રેનેડ, વિસ્ફોટથી ભરેલી મોટરસાયકલ અને અન્ય શસ્ત્રોનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો.

  • Follow us on: