• પાકિસ્તાનની સરકારી એરલાઈન્સને લાગ્યો આંચકો
  • પેમેન્ટ ન કરતાં સ્ટેટ ઓઈલે તેલનું સપ્લાય કર્યું બંધ
  • ચૂકવણી ન થવાને કારણે ઈંધણ મેળવી શકતા નથી

પાકિસ્તાનની પાયમાલ આર્થિક સ્થિતિને લઈને ઘણી હકીકતો પ્રકાશમાં આવતી રહે છે. આવી જ એક નાદારીની સ્થિતિમાંથી પાકિસ્તાનની એક સરકારી કંપનીએ પસાર થવું પડી રહ્યું છે. પાકિસ્તાનની સરકારી એરલાઈન કંપની પીઆઈએના વિમાનો ઉડવા માટે સક્ષમ નથી. આ એરલાઈન કંપનીએ પેમેન્ટ ન કરી શકવાના કારણે તેમને તેલ નથી મળી રહ્યું. જેના કારણે છેલ્લા બે દિવસ દરમિયાન 48 ફ્લાઈટ રદ કરવામાં આવી છે.

કંપની ચાલી રહી છે ખોટમાં
પાકિસ્તાન ઇન્ટરનેશનલ એરલાઇન્સનાં વિમાનો બાકી ચૂકવણી ન કરવા અને ઇંધણ પુરવઠા પર પ્રતિબંધોને કારણે ગ્રાઉન્ડ કરવામાં આવ્યા છે. પાકિસ્તાનની આ સરકારી એરલાઇન્સ પહેલેથી જ ખોટમાં ચાલી રહી હતી. આ કંપનીએ મંગળવારે ઓછામાં ઓછી 24 સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ રદ કરવી પડી હતી. આ સિવાય 12 ફ્લાઈટ મોડી પડી હતી.
બે ડઝન ફ્લાઈટ્સ રદ
રદ કરવામાં આવેલી ફ્લાઇટમાંથી 11 આંતરરાષ્ટ્રીય અને 13 સ્થાનિક છે. આ સિવાય પીઆઈએએ બુધવાર માટે બે ડઝન ફ્લાઈટ્સ પણ કેન્સલ કરી છે. જેમાંથી 16 ઈન્ટરનેશનલ અને 8 ડોમેસ્ટિક છે. પીઆઈએના પ્રવક્તાએ જણાવ્યું હતું કે દૈનિક ધોરણે મર્યાદિત ઈંધણ પુરવઠાને કારણે ફ્લાઈટ્સ રદ કરવામાં આવી હતી. તેમણે કહ્યું હતું કે જેટ ઈંધણના અભાવે મંગળવારે 13 ડોમેસ્ટિક ફ્લાઈટ્સ અને 11 ઈન્ટરનેશનલ ફ્લાઈટ્સ કેન્સલ કરવામાં આવી હતી. જ્યારે અન્ય 12 વિલંબમાં મુકવામાં આવી હતી.
ચૂકવણી ન થતાં સપ્લાય બંધ
પાકિસ્તાન ઈન્ટરનેશનલ એરલાઈન્સ લાંબા સમયથી તેના ઈંધણની ચૂકવણી કરી રહી નથી. પાકિસ્તાનની સરકારી કંપની પાકિસ્તાન સ્ટેટ ઓઇલે ચૂકવણી ન કરવાને કારણે સપ્લાય બંધ કરી દીધો છે. આ સંજોગોમાં પાકિસ્તાનની સરકારી એરલાઈન્સનું ભવિષ્ય અંધકારમય દેખાઈ રહ્યું છે.

  • Follow us on: