પાડોશી દેશ એવા પાકિસ્તાન ફરી મોંઘવારીની ખીણમાં ગબડતું જોવા મળી રહ્યું છે. તાજેતરમાં પાકિસ્તાનમાં ઈંધણના ભાવ વધારા બાદ ફરીથી ભાવ વધવાની શક્યતા છે. આંતરરાષ્ટ્રીય માર્કેટમાં વૃદ્ધિ થતા પાકિસ્તાનમાં પેટ્રોલ આયાત પર વધારો કરતા ત્યાં ભાવમાં ચારથી 5 રૂપિયા પ્રતિ લિટરનો વધારો થશે.
આંતરરાષ્ટ્રીય બજારમાં પેટ્રોલ અને ડીઝલનાના ભાવમાં લગભગ 1.7 ડોલર અને 4.4 ડોલર પ્રતિ બેરલનો વધારો થયો છે. આ ઉપરાંત, પેટ્રોલ પર આયાત પ્રીમિયમ પણ બેરલ દીઠ લગભગ 1 ડોલર વધીને 9.80 ડોલર પ્રતિ બેરલ થયું છે, જ્યારે આ પ્રીમિયમ પેટ્રોલ પ્રતિ બેરલ 5 ડોલરના સ્તરે સ્થિર છે.
પેટ્રોલ ડીઝલના ભાવ વધી શકે છે
આ અગાઉ 31 ઓક્ટોબરે સરકારે પેટ્રોલના ભાવમાં 3.85 રૂપિયા અને હાઈ-સ્પીડ ડીઝલના ભાવમાં 1.35 રૂપિયા પ્રતિ લિટરનો વધારો કર્યો હતો. હવે આ નવા ફેરફાર બાદ પેટ્રોલ અને એચએસડીના ભાવમાં ફરીથી 4 અને 5 રૂપિયા પ્રતિ લિટરનો વધારો થઈ જશે.
આંતરરાષ્ટ્રીય બજારમાં પેટ્રોલની કિંમત પ્રતિ બેરલ 77.2 ડોલર પર પહોંચી ગઈ છે, જે અગાઉ બેરલ દીઠ 75.6 ડોલર હતી. એ જ રીતે, HSDની કિંમત બેરલ દીઠ 88 ડોલરથી વધીને 83.6 ડોલર પ્રતિ બેરલ થઈ ગઈ છે. રૂપિયાના વિનિમય દરમાં પણ થોડો ફેરફાર થયો છે, જેના કારણે આયાતી તેલના ભાવમાં વધુ વધારો થઈ શકે છે.
પાકિસ્તાનમાં મોંઘવારીએ માઝા મૂકી
પેટ્રોલનો ઉપયોગ મુખ્યત્વે ખાનગી વાહનો, નાના વાહનો, રિક્ષા અને ટુ-વ્હીલરમાં થાય છે અને તેની કિંમતોમાં વધારાની સીધી અસર મધ્યમ વર્ગ અને ગરીબ વર્ગના બજેટ પર પડશે. બીજી તરફ, HSDનો ઉપયોગ ભારે વાહનો, ટ્રેનો અને કૃષિ એન્જિન જેવા કે ટ્રક, બસ, ટ્રેક્ટર, ટ્યૂબવેલ અને થ્રેસરમાં થાય છે, જે શાકભાજીના ભાવમાં પણ વધારો કરી શકે છે. સમજો કે એક વખત પાકિસ્તાન મોંઘવારીની ઝપટમાં આવી શકે છે.
પેટ્રોલ અને એચએસડી સરકારના મહત્વના આવક સ્ત્રોત છે. તેમનું માસિક વેચાણ 7 લાખથી 8 લાખ ટન જેટલું છે, જ્યારે કેરોસીનની માંગ માત્ર 10,000 ટન સુધી મર્યાદિત છે. પેટ્રોલ અને એચએસડીની વધતી કિંમતો માત્ર સામાન્ય લોકો પર જ દબાણ નથી કરતી, પરંતુ તેનાથી મોંઘવારી પણ વધી શકે છે, જેની અસર ખેડૂતોથી લઈને ટ્રાન્સપોર્ટ સેક્ટર સુધીના દરેકને થશે.










